For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીમાં મુકાઈ શકે છે શૂટઆઉટ એટ વડાલા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 જાન્યુઆરી : બૉલીવુડ ફિલ્મો અને વિવાદોનું ચોલી-દામન જેવું સાથ રહ્યું છે અને જ્યારે કોઈ ફિલ્મ સત્યઘટના ઉપર આધારિત હોય, ત્યારે તો વિવાદ ઊભો થવો નક્કી જ સમજો. સંજય ગુપ્તા પણ આ વાતથી પૂર્ણત્વે સંમત છે અને તેથી તેઓ પોતાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા અંગે ઊભા થનારા વિવાદો અંગે કોઈ પણ રીતે ચિંતિત નથી. તેમનું કહેવું છે કે આજ સુધી બૉલીવુડમાં જે ફિલ્મો સત્યઘટના આધારિત બની છે, તે સૌને કંઈકને કંઈક વિવાદનો સામનો કરવો પડ્યો જ છે અને તેઓ પણ આ માટે બિલ્કુલ તૈયાર છે.

John

સંજય ગુપ્તાએ આ વિવાદો અંગે જણાવ્યું કે આ બાબત આજકાલ પ્રચલન બની ગઈ છે કે જ્યારે પણ અસલ પાત્ર પર આધારિત કોઈ ફિલ્મ રિલીઝ થાય કે તે પાત્રના સંબંધીઓ કોઈને કોઈ વાતે વાંધો ઉઠાવે છે અને અદાલતે જાય છે, પરંતુ અમે આ અંગે પૂરી રીતે તૈયાર છીએ. તેમનું કહેવું છે કે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં કેટલાંક વિવાદાસ્પદ મુદ્દાઓ પણ છે, પરંતુ આ મુદ્દાઓ અંગે ઊભા થનાર દરેક વિવાદને પહોંચી વળવા અમે તૈયાર છીએ.

નોંધનીય છે કે શૂટઆઉટ એટ વડાલામાં જ્હૉન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં માન્યા સુર્વેનું મુંબઈ પોલીસ દ્વારા કરાયેલ એનકાઉંટર બતાવાયું છે. આ બનાવ વડાલા ખાતે આવેલ સંગમનગરમાં વિદ્યાલંકાર ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં 1લી નવેમ્બર, 1982ના રોજ બન્યો હતો. આ એનકાઉંટર દરમિયાન માન્યા સર્વેનું મોત થયુ હતું. સંજયે જણાવ્યું કે ફિલ્મ બનાવતા અગાઉ તેમણે માન્યા સુર્વેના જીવન સાથે જોડાયેલ અનેક પ્રકારના પ્રમાણો એકત્ર કર્યા હતાં, પરંતુ તેવી જ વાતોનો ફિલ્મમાં સમાવેશ કરાયો કે જે યોગ્ય લાગી. ફિલ્મમાં અનિલ કપૂર, કંગના રાણાવત, તુષાર કપૂર તથા સોનૂ સૂદ પણ છે.

English summary
Shootout At Wadla can face some controversy says director Sanjay Gupta. Sanjay Gupta said that we are prepared to face such situations. He also said that whenever any film is been made on some one's life people create some controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X