#FirstLook: આ બનશે બોલિવૂડના નવા DON!

શ્રદ્ધા કપૂરની ફિલ્મ હસીનામાં તેનો ભાઇ સિદ્ધાંત કપૂર દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળશે.

હસીના ધ ક્વીન ઓફ મુંબઇ... શ્રદ્ધા કપૂર સ્ટારર આ ફિલ્મ એનાઉન્સ થઇ ત્યારથી ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ દાઉદ ઇબ્રાહિમ ની બહેન હસીના પારકર પર આધારિત છે. ફિલ્મનો શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લૂક ખૂબ પોપ્યૂલર થયો હતો. લોકોએ તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. હવે ફિલ્મમાં દાઉદનું પાત્ર ભજવનાર સિદ્ધાર્થ કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

શ્રદ્ધાનો ભાઇ સિદ્ધાર્થ બન્યો દાઉદ

શ્રદ્ધાનો ભાઇ સિદ્ધાર્થ બન્યો દાઉદ

શ્રદ્ધા કપૂરનો રિયલ લાઇફ બ્રધર સિદ્ધાર્થ જ આ ફિલ્મમાં શ્રદ્ધાના ભાઇ એટલે કે દાઉદ ઇબ્રાહિમના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થે આ રોલ માટે ખૂબ મહેનત કરી છે, જે આ તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે. તેણે આ ફિલ્મ માટે 9થી 10 કિલો વજન વધાર્યું હતું અને ત્યાર બાદ યુવાન દાઉદના શૂટિંગ માટે ફરીથી વજન ઘટાડ્યું હતું.

હસીના પારકર

હસીના પારકર

સિદ્ધાર્થનો આ લૂક ખાસો દમદાર છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે દર્શકો ઉપરાંત આ બંન્ને ભાઇ-બહેન પણ ખૂબ ઉત્સાહિત છે. આ તસવીરમાં ફિલ્મમાં શ્રદ્ધાનો લૂક જોઇ શકાય છે. દાઉદ અને હસીના બંન્નેનો લૂક ખૂબ જ દમદાર ક્રિએટ કરવામાં આવ્યો છે.

હસીનાઃ ધ ક્વીન ઓફ મુંબઇ

હસીનાઃ ધ ક્વીન ઓફ મુંબઇ

શ્રદ્ધા કપૂર અને સિદ્ધાંત કપૂર બંન્ને અહીં આધેડ હસીના અને દાઉદના લૂકમાં જોવા મળે છે. આ એક જ તસવીર લોકોમાં ફિલ્મ અંગેનો ઉત્સાહ ઊભો કરવા માટે પૂરતી છે. કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મમાં વધુ ફોકસ દાઉદ નહીં, પરંતુ તેની બહેન હસીના પર કરવામાં આવ્યું છે.

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ

આ પહેલાં પણ દાઉદની માફિયા ગેંગથી પ્રેરિત ફિલ્મ બની ચુકી છે, આ ફિલ્મમાં દાઉદના માફિયા બન્યા પહેલાના દિવસોની ઝલક આપવામાં આવી હતી. ઇમરાન હાશ્મી અહીં દાઉદના રોલમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માફિયાઓના જીવન પર આધારિત ફિલ્મોએ હંમેશા દર્શકો અને ફિલ્મ મેકર્સને અટ્રેક્ટ કર્યા છે. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ફિલ્મ હિટ રહી હતી.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X