કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ગુંજી કિલકારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

Kiara Advani-Sidharth Baby Girl: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યા છે. કિયારાએ મંગળવારે રાત્રે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો. કિયારાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની નૉર્મલ ડિલિવરી થઈ હતી.

Kiara Advani-Sidharth Baby Girl

સિદ્ધાર્થ અને કિયારાએ બુધવારે ઑફિશિયલ જાહેરાત કરી છે. એક પોસ્ટ શેર કરતાં દંપતીએ લખ્યું- 'અમારું દિલ ખુશીથી ગદગદ થયું છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. પુત્રીનો આશીર્વાદ મળ્યો છે.'

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા.

આ ડેસ્ટિનેશન વેડિંગ હતી, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના એક વર્ષ પછી, ફેબ્રુઆરી 2024માં, આ કપલે ખુશખબર શેર કરી હતી.

કિયારા અડવાણીએ પરિવારને આપી પ્રાથમિકતા

પ્રેગ્નન્સીના​​​​​ કારણે કિયારા અડવાણીએ 'ડોન 3' છોડી ફરહાન અખ્તર દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ 'ડોન 3'માં કિયારા અડવાણી રણવીર સિંહ સાથે જોવા મળવાની હતી, જોકે, પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા પછી, કિયારાએ ફિલ્મ છોડી દીધી. તે હાલમાં મેટરનિટી બ્રેક પર છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લવ સ્ટોરી

કિયારા અને સિદ્ધાર્થની પ્રેમ કહાની 2018માં આવેલી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝની રેપ-અપ પાર્ટીથી શરૂ થઈ હતી. આ પાર્ટીએ બંને વચ્ચે એક ક્નેક્શન બન્યું હતું જે બાદ આ કપલ તેમની પહેલી ફિલ્મ 'શેરશાહ' માં જોવા મળ્યું હતું. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ 7 ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા. લગભગ અઢી વર્ષના લગ્નજીવન પછી આ સ્ટાર કપલે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X