Pics/Video : પેટમાં ખળભળાટ મચાવે છે એક વિલનનું ટ્રેલર...
મુંબઈ, 8 એપ્રિલ : ફરી એક વાર કોઈ ફિલ્મના ટ્રેલરે લોકોના દિલોની ધડકનો વધારી દીધી છે. ટ્રેલર જોઈને લોકોના પેટમાં ખળભળાટ મચી ગયો છે અને લોકો ફિલ્મ જોવા માટે આતુર થઈ રહ્યાં છે. હા જી, અમે વાત કરી રહ્યાં છે આવનાર ફિલ્મ એક વિલનની કે જેના ટ્રેલરને માત્ર બે દિવસોમાં 1 મિલિયન લોકોએ જોઈ નાંખ્યું છે.
એક વિલન મોહિત સુરીની ફિલ્મ છે. ફિલ્મમાં રીતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પહેલી વાર ખલનાયકના રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દેખાઈ રહ્યાં છે કે જેમને જોઈને કોણ જાણે કેમ લોકોને ડર ફિલ્મનો શાહરુખ ખાન યાદ આવી રહ્યો છે. શાહરુખના દીવાના સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની જેમ જ બનશે વિલન. એક વિલન બાલાજી પ્રોડક્શનની ફિલ્મ છે એટલે કે નિર્માતા એકતા કપૂર છે, તો દિગ્દર્શન કરી રહ્યાં છે આશિકી 2 ફૅમ મોહિત સુરી કે જેમની સાથે ફરી એક વાર શ્રદ્ધા કપૂર છે.
કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે - આ એક ઠેઠ મોહિત સુરીની ફિલ્મ છે. એક વિલન એક અલગ ફિલ્મ છે. આ પ્રેમ કહાણી છે અને તેમાં ખૂબ જ મારધાડ છે. તેમણે જણાવ્યું - દરેકનો એક ખરાબ પાસુ હોય છે. તેમાં મોહિત સુરીએ ખરાબ પક્ષ શોધ્યો છે. તેઓ મારૂ નકારાત્મક પાસુ શોધવા માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. ફિલ્મમાં એક નકારાત્મક પડછાયો છે, પણ તે ચોક્કસ એક પ્રણય-કથા છે.
ચાલો જોઇએ એક વિલન ફિલ્મની તસવીરો અને માણીએ ટ્રેલર પણ :

સિદ્ધાર્થ-શ્રદ્ધા
એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર લીડ રોલ કરી રહ્યાં છે.

મોહિત-શ્રદ્ધા
એકતા કપૂર નિર્મિત એક વિલન ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરી કરી રહ્યાં છે કે જેઓ આ અગાઉ શ્રદ્ધા કપૂર સાથે આશિકી 2 ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યાં છે.

જૂનમાં રિલીઝ
એક વિલન ફિલ્મ લવ-સ્ટોરીકલ ફિલ્મ છે. એક વિલન ફિલ્મ 27મી જૂન, 2014ના રોજ રિલીઝ થઈ રહી છે.

મારધાડથી ભરપૂર
એક વિલન એક અલગ ફિલ્મ છે. આ પ્રેમ કહાણી છે અને તેમાં ખૂબ જ મારધાડ છે.

શાહરુખની યાદ અપાવતા સિદ્ધાર્થ
એક વિલનમાં પહેલી વાર ખલનાયકના રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દેખાઈ રહ્યાં છે કે જેમને જોઈને કોણ જાણે કેમ લોકોને ડર ફિલ્મનો શાહરુખ ખાન યાદ આવી રહ્યો છે.

નકારાત્મક પાસુ
સિદ્ધાર્થ કહે છે - દરેકનો એક ખરાબ પાસુ હોય છે. તેમાં મોહિત સુરીએ ખરાબ પક્ષ શોધ્યો છે. તેઓ મારૂ નકારાત્મક પાસુ શોધવા માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. ફિલ્મમાં એક નકારાત્મક પડછાયો છે, પણ તે ચોક્કસ એક પ્રણય-કથા છે.
જુઓ એક વિલનનું ટ્રેલર
પેટમાં ખભળભળાટ મચાવનાર એક વિલન ફિલ્મનું ટ્રેલર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
