For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ આર રહેમાનની મા કરીમા બેગમનુ નિધન, સિંગરે સોશિયલ મીડિયા પર આપી માહિતી

બૉલિવુડના જાણીતા સિંગર અને મ્યૂઝિક કંપોઝર એઆર રહેમાનની માતા કરીમા બેગમનુ સોમવારે સવારે ચેન્નઈમાં નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ AR Rahman Mother Passes Away: બૉલિવુડના જાણીતા સિંગર અને મ્યૂઝિક કંપોઝર એઆર રહેમાનની માતા કરીમા બેગમનુ સોમવારે સવારે ચેન્નઈમાં નિધન થઈ ગયુ છે. ઑસ્કર અને ગ્રેમી વિજેતા એઆર રહેમાને પોતાની માતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે કરીમા બેગમ છેલ્લા અમુક સમયથી બિમાર હતા ત્યારબાદ તેમણે 28 ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા. સૂત્રો અનુસાર કરીમા બેગમને સોમવારની સાંજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે.

ar rahman

કરીમા બેગમના લગ્ન રાજગોપાલ કુલશેખર(આર કે શેખર) સાથે થયા હતા જે ભારતીય મ્યૂઝિક કંપોઝર હતા અને જેમણે ખાસ કરીને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે 52 ફિલ્મો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યુ હતુ. જેમાં 127 ગીતોવાળી 23 મલયાલમ ફિલ્મો શામેલ છે. આ સાથે જ તેમણે 100થી વધુ ફિલ્મોમાં મ્યૂઝિક ડાયરે્કટરનુ કામ કર્યુ હતુ. તેમનુ ડેબ્યુ ગીત 'Chotta Muthal Chudala Vare' હતુ, જે કેરળમાં ઘણુ હિટ સાબિત થયુ હતુ. આ ગીત 1964માં આવેલી ફિલ્મ 'Pazhassi Raja' માટે કંપોઝ કરવામાં આવ્યુ હતુ.

એવુ માનવામાં આવે છે કે એઆર રહેમાન પોતાની માની ખૂબ નજીક રહ્યા છે. અહીં સુધી કે ઘણા પ્રસંગોએ તેમણે પોતાના કરિયરને સારુ બનાવવામાં પોતાની માતાની ભૂમિકા વિશે પણ જણાવ્યુ છે. રહેમાનનુ નામ પહેલા દિલીપ કુમાર હતુ તેમને તેમની મા કરીમા બેગમે પાલનપોષણ કર્યુ. કરીમા બેગમનુ અસલ નામ કસ્તૂરી શેખર હતુ. એ વખતે એઆર રહેમાન માત્ર 9 વર્ષના હતા જ્યારે તેમના પિતાનુ નિધન થયુ. એ આર રહેમાને વર્ષ 1995માં સાયરા બાનો સાથે લગ્ન કરી લીધા. તે ત્રણ બાળકોના પિતા છે. તેમની બે દીકરી ખતીજા રહેમાન અને રહીમા રહેમાન છે. જ્યારે એક દીકરો એઆર અમીન છે.

VIDEO: ફૂલ સિક્યોરિટી સાથે મુંબઈ પાછી આવી કંગના રનોતVIDEO: ફૂલ સિક્યોરિટી સાથે મુંબઈ પાછી આવી કંગના રનોત

English summary
Singer and music composer oscar winner AR rahman mother no more in chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X