For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: નિધનના અમુક કલાકો પહેલા KKએ લાઈવ મંચ પર કર્યુ હતુ પર્ફોર્મ, ક્યાં ખબર હતી આ છેલ્લુ કૉન્સર્ટ બની જશે

બૉલિવુડના જાણીતા બેકગ્રાઉન્ડ સિંગર કૃષ્ણકુમાર કુનાથ, જે કેકેના નામથી ફેમસ છે, તેમનુ મંગળવારની રાતે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ બૉલિવુડના જાણીતા બેકગ્રાઉન્ડ સિંગર કૃષ્ણકુમાર કુનાથ, જે કેકેના નામથી ફેમસ છે, તેમનુ મંગળવારની રાતે નિધન થઈ ગયુ. છેલ્લા ત્રણ દશકમાં ભારતીય સંગીત પ્રેમીઓને ઘણી હિટ ફિલ્મો આપનાર ગાયક કેકેનુ 53 વર્ષની વયે નિધન થઈ ગયુ. તેમણે મંગળવારે કોલકત્તામાં નજરુલ મંચમાં એક પર્ફોર્મન્સ આપ્યુ અને બાદલમાં હોટલ ગયા જ્યાં તે બિમાર પડી ગયા. તેમણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા. હવે કેકેએ જે કોલકત્તામાં નજરુલ મંચ પર પર્ફોર્મન્સ કર્યુ હતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નિધનના થોડા કલાકો પહેલા કેકેએ સ્ટેજ પર ગાયુ હતુ ગીત, સામે આવ્યો વીડિયો

નિધનના થોડા કલાકો પહેલા કેકેએ સ્ટેજ પર ગાયુ હતુ ગીત, સામે આવ્યો વીડિયો

કેકેએ 31 મેના રોજ કોલકાતામાં એક કૉન્સર્ટ કર્યો હતો જે નઝરુલ સ્ટેજ પર હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ પ્રદર્શનના થોડા કલાકો પછી કેકેનુ નિધન થઈ ગયુ. નઝરુલ મંચે તેની ફેસબુક પોસ્ટમાં થોડા કલાકો પહેલા કેકેના છેલ્લા લાઇવ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો છે.

હોસ્પિટલમાં કેકેને મૃત લાવવામાં આવ્યા હતા

હોસ્પિટલમાં કેકેને મૃત લાવવામાં આવ્યા હતા

હોસ્પિટલ સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે કેકેને CMRIમાં મૃત લાવવામાં આવ્યા હતા. CMRI હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યુ હતુ કે ગાયકને મૃત લાવવામાં આવ્યા હતા. કેકેના મૃત્યુ અંગે મંત્રી અરૂપ બિસ્વાસે કહ્યુ, 'સિંગર અનુપમ રૉયે મને ફોન કર્યો અને કહ્યુ કે તેમને હોસ્પિટલમાંથી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. પછી મે હોસ્પિટલનો સંપર્ક કર્યો. તેમણે કહ્યુ કે કેકેને મૃત લાવવામાં આવ્યા હતા. પછી હું હોસ્પિટલ પહોંચ્યો."

1999માં કેકેએ રિલીઝ કર્યુ હતુ પોતાનુ પહેલુ આલ્બમ

1999માં કેકેએ રિલીઝ કર્યુ હતુ પોતાનુ પહેલુ આલ્બમ

કેકેએ તેમનુ પ્રથમ આલ્બમ 'પલ' 1999માં રિલીઝ કર્યુ હતુ. ગાયક-સંગીતકાર, જેમનુ સાચુ નામ કૃષ્ણકુમાર કુનાથ હતુ તેમણે સ્વતંત્ર સંગીત કરતાં વધુ બોલિવૂડ ગીતો ગાયા હતા. તેમણે તડપ તડપ (હમ દિલ દે ચૂકે સનમ, 1999), દસ બહાને કર લે ગયી દિલ (દસ, 2005) અને તુને મારી એન્ટ્રી (ગુંડે, 2014) જેવી હિટ ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

યુવાનોમાં ફેમસ હતુ કેકે

યુવાનોમાં ફેમસ હતુ કેકે

કેકેનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે પોતાના ઇલેક્ટ્રિક લાઇવ શો માટે પણ જાણીતા હતા. 1990ના દાયકાના અંતમાં કિશોરોમાં KK ખૂબ જ લોકપ્રિય હતા. જે ઘણીવાર શાળા અને કોલેજની વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન ગાતા હતા. કેકેએ તેમના નિધનના 8 કલાક પહેલા કોલકાતામાં તેમના કૉન્સર્ટની અપડેટ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.

કેકેએ કહ્યુ હતુ - હું જ્યારે મંચ પર હોઉ છુ ત્યારે બધુ ભૂલી જઉ છુ

કેકેએ કહ્યુ હતુ - હું જ્યારે મંચ પર હોઉ છુ ત્યારે બધુ ભૂલી જઉ છુ

કેકેએ તેમની સત્તાવાર વેબસાઈટ પર પોતાના સંસ્મરણોમાં જણાવ્યુ હતુ કે, 'એક કલાકાર જ્યારે સ્ટેજ પર હોય છે ત્યારે તેની પાસે ચોક્કસ ઉર્જા હોય છે. સ્થિતિ ગમે તે હોય એક વાર હું સ્ટેજ પર આવુ પછી બધુ ભૂલીને માત્ર પરફોર્મ કરુ છુ.'

ઘણી ભાષાઓમાં કેકેએ ગાયા ગીતો

ઘણી ભાષાઓમાં કેકેએ ગાયા ગીતો

કેકેના પ્રથમ આલ્બમ મોમેન્ટને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યુ હતુ. 2000 ના દાયકાની શરૂઆતથી કેકેએ પ્લેબેક સિંગિંગમાં કારકિર્દી બનાવી અને બોલિવૂડ ફિલ્મો માટે સેંકડો લોકપ્રિય ગીતો ગાયા. KK એ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે.

English summary
Singer KK last concert video goes viral died hours after a concert in Kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X