બોલિવૂડમાં આ હિરોઇન્સ પર છે હવે સલમાનની નજર?

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાને બોલિવૂડમાં અનેક એક્ટ્રેસિસનું કરિયર સેટ કર્યું છે, ઘણાને ડેબ્યૂમાં મદદ કરી છે. હોટ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝના કરિયરને ફિલ્મ 'કિક' દ્વારા કિક મળી હતી. ત્યાર બાદ ફરી એકવાર તેનું કરિયર ડામાડોળ થઇ રહ્યું છે. પોતાની પાસે કરિયરને લઇને મદદ માંગવા આવનારને સલમાન કદી ના નથી પાડતાં અને તેઓ જાતે પણ બોલિવૂડના નવા અને સુંદર ચહેરાઓ પર નજર રાખતા રહે છે. બોલિવૂડની એ કઇ એક્ટ્રેસ છે, જેને સલમાન ટૂંક સમયમાં જ પોતાની કોઇ ફિલ્મમાં લે એવી સંભાવના છે, આવો જાણીએ..

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

ટૂંક સમયમાં જ જેકલિનની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. એવામાં જેકલીનને જ્યારે સલમાન સાથેની આગામી ફિલ્મ અંગે સવાલ પૂછવામાં આવ્યો, તો તેણે કહ્યું કે, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે, હું અને સલમાન ફરી પાછા એક ફિલ્મમાં કામ કરીએ. આશા રાખીએ કે, ભગવાન અને સલમાન બંન્ને જેકલિનની આ પ્રાર્થના સાંભળી લીધી છે. કહેવાઇ રહ્યું છે કે, કિક 2 માટે જેકલિનનું નામ ફાઇનલ છે.

એમી જેક્સન

એમી જેક્સન

ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ સુંદર હિરોઇન સલમાન ખાનની 'કિક' ફિલ્મ થકી ડેબ્યૂ કરનાર હતી, પરંતુ તે સમયે એમી સાઉથના સુપરહિટ ડાયરેક્ટર શંકર સાથેની ફિલ્મમાં વ્યસ્ત હતી અને એ કોન્ટ્રાક્ટને કારણે ફિલ્મ 'કિક' તેણે ગુમાવવી પડી. ત્યાર બાદ એમીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'સિંહ ઇઝ બ્લિંગ'થી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ જો કે ખાસ ચાલી નહીં.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

ઉર્વર્શી રૌતેલાને પણ સલમાન સાથે ડેબ્યૂ કરવાની તક મળી હતી, જે તેણે ગુમાવી દીધી. સલમાને તેને 'સુલતાન' ઓફર કરી હતી, પરંતુ ઉર્વશી મિસ વર્લ્ડ સ્પર્ધામાં બિઝી હતી. બાદમાં ઉર્વશીએ સની દેઓલની ફિલ્મ થકી ડેબ્યૂ કર્યું હતું. જો કે, તે સતત સલમાન સાથે કોન્ટેક્ટમાં છે. સલમાન પણ ઉર્વશીથી નારાજ હોય એમ લાગતું નથી.

સાએશા સેહગલ

સાએશા સેહગલ

સલમાન સાએશાને પહેલેથી ઓળખે છે અને કહેવાય છે કે, તેમણે જ સાએશાને હિરોઇન બનવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સાએશાએ અજય દેવગણની ફિલ્મ 'શિવાય'થી ડેબ્યૂ કર્યું છે અને 'શિવાય'માં સાએશાનું પરફોમન્સ જોવા માટે સલમાન ખૂબ ઉતાવળા થયા હતા. 'શિવાય'માં તેનું પરફોમન્સ વખણાયું છે, આથી જલ્દી જ તે સલમાનની કોઇ ફિલ્મમાં જોવા મળે એવું બને.

રિજેક્ટ કરી તી 'પ્રેમ રતન..'

રિજેક્ટ કરી તી 'પ્રેમ રતન..'

સાએશાને પણ સલમાન સાથે ડેબ્યૂ કરવાની તક મળી હતી. સાએશાને ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' ઓફર થઇ હતી, પરંતુ સાએશાએ ખૂબ વિનમ્રતાપૂર્વક આ ઓફર નકારી કાઢી હતી. સાએશાની મમ્મીને લાગ્યું હતું કે, તેના માટે 'શિવાય' દ્વારા ડેબ્યૂ કરવું વધુ ફળદાયી રહેશે.

કૃતિ સેનન

કૃતિ સેનન

બોલિવૂડના દબંગ ખાન કૃતિ પર ફિદા છે. કેહવાઇ રહ્યું છે કે, સલમાનની ચાર ફિલ્મો માટે કૃતિનો અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઇને કોઇ કારણસર કૃતિ ફિલ્મ ન કરી શકી. સલમાનની 'સુલતાન' માટે તો કૃતિ લગભગ ફાયનલ હતી, પરંતુ યશરાજના કોન્ટ્રેક્ટની એક શરત કૃતિને મંજૂર નહોતી, આથી આ ફિલ્મ અનુષ્કાના હાથમાં ગઇ.

વલૂશા ડિસૂઝા

વલૂશા ડિસૂઝા

શાહરૂખ ખાનની 'ફેન' ફિલ્મમાં એક નાનકડા રોલમાં જોવા મળેલ આ હિરોઇન તમને યાદ છે? આનું નામ છે વલૂશા ડિસૂઝા, જે આજ-કાલ સલમાનની ફેરવિરટ પાર્ટી ફ્રેન્ડ બની ગઇ છે. સલમાન અવાર-નવાર તેની સાથે પાર્ટી કરતાં જોવા મળે છે. બની શકે કે, સલમાન વલૂશાને કોઇ ફિલ્મમાં ચાન્સ આપે.

કિયારા અડવાણી

કિયારા અડવાણી

સલમાન ખાન પોતાની એક્સ-ગર્લફ્રેન્ડની મદદ કરવામાંથી પણ પાછળ નથી ખસતા. કિયારા સલમાનની પ્રથમ ગર્લફ્રેન્ડ શાહીનની ભાણેજ છે. કિયારાએ સલમાનની જ ફિલ્મ 'ફગલી'થી ડેબ્યૂ કર્યું હતું. સૂત્રો અનુસાર સલમાનની હોમ પ્રોડક્શની ફિલ્મ 'જટ એન્ડ જૂલિયટ' માટે કિયારાનું નામ ફાયનલ કરવામાં આવ્યું છે.

મૌની રોય

મૌની રોય

ટેલિવૂડની હોટ એક્ટ્રેસ અને 'નાગિન' ફેમ મૌની રોય પર પણ સલમાન આજ-કાલ ખૂબ મહેરબાન થઇ રહ્યાં છે. સલમાન ખાન પોતાની ફિલ્મ 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સુનીલ ગ્રોવર સાથે એક સ્પેશિયલ મહાએપિસોડ શૂટ કરનાર છે, આ એપિસોડમાં મૌની રોયનું એક પરફોમન્સ પણ રાખવામાં આવ્યું છે.

English summary
Salman Khan is eyeing on these heroines' performance and these beauties can soon be cast for Salman's next film.
Please Wait while comments are loading...