For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જતિન-લલિતના બહેનની હત્યાના આરોપસર પુત્રની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડ સાથે સંકળાયેલ એક મોટા સમાચાર આવી રહ્યાં છે. જાણીતી સંગીતકાર બેલડી જતિન-લલિતના મોટા બહેન સંધ્યા સિંહના પુત્ર રઘુવીર સિંહની મુંબઈ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રઘુવીરની તેની માતાની હત્યાના આરોપસર ધરપકડ કરાઈ છે. રઘુવીરે સુપ્રીમ કોર્ટ પાસેથી અગ્રિમ જામીન માંગ્યા હતાં, પરંતુ તે નહીં મળતા અંતે તેણે પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને પોલીસે તેની ધરપકડ કરી લીધી.

sandhya-jatin-lalit
પોલીસના જણાવ્યા મુજબ રઘુવીર સિંહ વિરુદ્ધ તેની પાસે પુરતા સબુત છે કે જે તેને પોતાની માતાનો હત્યારો સાબિત કરે છે. રઘુવીર અને સંધ્યા વચ્ચે કેટલાંક દિવસ અગાઉ ઝગડો થયો હતો. તે પછી સંધ્યા સિંહ ઘરમાંથી ગુમ થઈ ગયા હતાં. સંધ્યાનુ હાડપિંજર જ્યાં મળ્યુ હતુ, ત્યાં થોડાક દિવસ અગાઉ જ રઘુવીરને તેની પ્રેમિકા સાથે જોવાયો હતો. હાલ રઘુવીર સિંહનો પક્ષ આવવાનો બાકી છે. ડીએનએ પરીક્ષણ બાદ હાડપિંજર સંધ્યા સિંહનુ હોવાનુ પુરવાર થયુ હતું.

નોંધનીય છે કે સંધ્યા જયપ્રકાશ સિંહ ગત 13મી ડિસેમ્બર, 2012ના રોજ ગુમ થયા હતાં. તેઓ સવારે 11 વાગ્યે બૅંકના કામે નવી મુંબઈના નેરૂલ ખાતે ગયા હતાં, પરંતુ ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા નહોતાં. કહેવાય છે કે સંધ્યાને વીસ લાખ રુપિયાના દાગીના સાથે તેમની એક બહેનપણીએ બૅંક પાસે સવારે 11.30 વાગ્યે છોડ્યા હતાં, પરંતુ તે દિવસે બૅંકમાં સંધ્યાના નામે કોઈ પણ પ્રકારનું લેણ-દેણ થયું નહોતું. સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત જેવી જાણીતી ફિલ્મી હસ્તીઓના બહેન હોવા છતાં સંધ્યાએ ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રુખ ના કર્યો હતો. 50 વર્ષીય સંધ્યાએ કસ્ટમ અને સેંટ્રલ એક્સાઇઝ કમિશ્નર જયપ્રકાશ સિંહ સાથે લગ્ન કર્યા હતાં.

English summary
A year after the murder of Sandhya Singh (50) in Nerul, her music composer brother Lalit Pandit has urged her son Raghuveer to surrender to the police and cooperate in the probe to help bring out the truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X