Pics : ઋષિ-નીતૂની જેમ ધમાલ મચાવતાં સોના-ઇમરાન
મુંબઈ, 29 જૂન : સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાને વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાના ગીત તૈયબ અલી પ્યાર કા દુશ્મન હાય હાય... પર જોરદાર ધમાલ મચાવી. આ ગીત વર્ષો પહેલા આવેલી અમર અકબર એંથૉની ફિલ્મનું છે. તૈયબ અલી પ્યાર કા દુશ્મન હાય હાય... ગીત ઉપર નીતૂ સિંહ તેમજ ઋષિ કપૂરે ડાન્સ કર્યો હતો અને હવે ફરી એક વાર આ ગીતનો જાદુ થોડાક જુદા અંદાજમાં નાંખવા માટે સંગીત દિગ્દર્શક પ્રીતમે પહેલ કરી છે.
દરમિયાન ગઈકાલે તૈયબ અલી... ગીત લૉન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે સોનાક્ષી અને ઇમરાને જોરદાર ધમાલ મચાવી. તેમણે ગીતમાં પહેરેલ કપડાં સાથે જ આ ગીત લૉન્ચ કર્યું અને તેવી જ ધમાલ મચાવી કે જેવી ઋષિ કપૂર અને નીતૂ સિંહે અમર અકબર એંથૉની ફિલ્મમાં મચાવી હતી.
આવો જોઇએ તસવીરો :

જુદો અંદાજ
પ્રીતમે આ ગીતને સુંદર રીતે નવા અંદાજમાં રજૂ કર્યું છે. સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન ઉપર શૂટ કરાયેલ આ ગીત રાજૂ ખાને કોરિયોગ્રાફ કર્યું છે અને ગીતને રેંડર કર્યું છે જાવેદ અલીએ.

ખાસ મહેનત
તૈયબ અલી... ગીતને થોડોક હટકે ફીલ આપવા માટે આખી ટીમે ખૂબ મહેનત કરી છે.

સતત છ દિવસ શૂટિંગ
વન્સ અપૉન.. એટલે કે ઓયૂટીએમઆઈડીની ટીમે મળી છ દિવસ સતત આ ગીતનું શૂટિંગ કર્યું. મુંબઈની ફિલ્મ સિટી ખાતે નિર્મિત વિશાળ સેટ ઉપર જ ફિલ્મનું શૂટિંગ થયું.

રમજાનમાં રિલીઝ
કહે છે કે આ ગીત રમઝાન પ્રસંગે રિલીઝ થશે.

ગીતો માટે ખાસ મહેનત
બાલાજી મોશન પિક્ચર્સે ફિલ્મના ગીતોને લોકપ્રિય બનાવવા ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પણ છે. યે તૂને ક્યા કિયા.. ગીત અક્ષય, સોનાક્ષી અને ઇમરાન ઉપર શૂટ કરાયું છે.












Click it and Unblock the Notifications
