Pics : બુલેટ રાજામાં ઝુમુર ડાન્સ કરશે સોનાક્ષી સિન્હા

મુંબઈ, 28 ઑક્ટોબર : ખૂબ જ ટુંક સમયમાં ચુનંદા ફિલ્મો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર બંગાળી બાળા તરીકે રૂપેરી પડદા ઉપર દેખાનાર છે. હા જી, આવનાર ફિલ્મ બુલેટ રાજામાં સોનાક્ષીનો રોલ એક બંગાળી યુવતીનો છે અને તે અંગે સોનાક્ષી સિન્હા બહુ ખુશ અને ઉત્સાહિત છે.

સોનાક્ષીની છેલ્લી ફિલ્મ લુટેરા હતી અને તેમાંય તેઓ બંગાળી છોકરીના પાત્રમાં હતાં. બુલેટ રાજા અંગે સોનાક્ષીએ જણાવ્યું કે તેઓ બંગાળી કલ્ચરને પ્રેમ કરે છે. તેમને આ પાત્ર ભજવી ખુશી થઈ રહી છે. સોનાક્ષીએ જણાવ્યું કે આ રોલ એટલો લવિંગ છે કે કોઈને પણ તેની સાથે પ્રેમ થઈ જાય. લુટેરાની બંગાળી છોકરી 1950ની હતી, પણ બુલેટ ફિલ્મમાંની બંગાળી છોકરી આજની વાત કરે છે. બુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે તેમના હીરો સૈફ અલી ખાન છે. સોના-સૈફની આ પ્રથમ ફિલ્મ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શક

તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શક

બુલેટ રાજા ફિલ્મના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો તેને બહુ પસંદ કરી રહ્યાં છે.

બંગાળી બાળા

બંગાળી બાળા

બુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ટિપિકલ બંગાળી છોકરીની જેમ પહોળી બૉર્ડર ધરાવતી સાડી અને વાળોમાં ગજરો લગાવેલા દેખાશે.

ઝુમુર નૃત્ય

ઝુમુર નૃત્ય

કહે છે કે બુલેટ રાજામાં સોનાક્ષીએ બંગાળી લોકનૃત્ય ઝુમુર પર પરફૉર્મન્સ આપ્યું છે.

માફિયાઓની વાર્તા

માફિયાઓની વાર્તા

બુલેટ રાજા ફિલ્મ ઉત્તર પ્રદેશના માફિયાઓની વાર્તા છે અને તે માટે સૈફ-સોનાક્ષીએ બહુ મેહનત કરી છે.

આવતા માસે રિલીઝ

આવતા માસે રિલીઝ

બુલેટ રાજા ફિલ્મ આગામી 29મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પોસ્ટર પર સોનાક્ષી-સૈફ બંને છે અને લખેલું છે કે ઔરતોં કી રિસ્પેક્ટ કરતે હૈં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X