રોમેન્ટીક અંદાજમાં પતિ સાથે સોનમ કપૂરે મનાવ્યુ ન્યૂ યર, લિપલૉક Video Viral

નવા વર્ષ 2020નો પ્રારંભ થઈ ચૂક્યો છે. દરેકે પોતાના અંદાજમાં નવા વર્ષનુ સ્વાગત કર્યુ છે પરંતુ બોલિવુડ અભિનેત્રી અને બ્યુટી આઈકૉન સોનમ કપૂરે ખૂબ જ રોમેન્ટીક અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી છે.

નવા વર્ષ 2020નો પ્રારંભ થઈ ચૂક્યો છે. દરેકે પોતાના અંદાજમાં નવા વર્ષનુ સ્વાગત કર્યુ છે પરંતુ બોલિવુડ અભિનેત્રી અને બ્યુટી આઈકૉન સોનમ કપૂરે ખૂબ જ રોમેન્ટીક અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી છે. સોનમ હાલમાં ઈટલીમાં છે અને તેણે ત્યાંથી જૂના વર્ષને યાદ કરીને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક રોમેન્ટીક વીડિયો શેર કર્યો છે.

સોનમનો લિપલૉક વીડિયો થયો વાયરલ

જેમાં તે પોતાના પતિ આનંદ આહૂજા સાથે લિપલૉક કરતી દેખાઈ રહી છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લિપલૉક વીડિયો શેર કરીને સોનમે લખ્યુ, છેલ્લુ દશક શાનદાર રહ્યુ, મે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યુ, ઘણા શાનદાર લોકો મળ્યા જે જીવનભર માટે દોસ્ત બની ગયા, મે બહેન રિયા કપૂર સાથે ત્રણ ફિલ્મો બનાવી, જેનાથી એ સાબિત થયુ કે અમે બે બહેનો સારી પાર્ટનર છે.

સોનમે કહી દિલની વાત...

સોનમે કહી દિલની વાત...

સોનમે આગળ લખ્યુ કે હુમ મારા સોલમેટને મળી, અમે લગ્ન કર્યા અને પોતાનુ ઘર બનાવ્યુ, આ સમગ્ર સમયે મને શીખવ્યુ કે જીવનના ઘણા રસ્તા છે અને માત્ર એક રસ્તો છે જેને આપણે સાચા ઈરાદા સાથે પૂરો કરવો જોઈએ. બધાનો ખૂબ ખૂબ આભાર.

ક્લોથિંગ કંપની ‘ભાને'ના સીઈઓ છે આનંદ આહુજા

ક્લોથિંગ કંપની ‘ભાને'ના સીઈઓ છે આનંદ આહુજા

ઉલ્લેખનીય છે કે સોનમના પતિ આનંદ આહૂજા દિલ્લીના જાણીતા બિઝનેસમેન ફેમિલીમાંથી આવે છે. તે ક્લોથિંગ કંપની ભાનેના સીઈઓ એન્ડ ફાઉન્ડર છે. આનંદે અમેરિકન એમ્બેસી સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે Wharton School of the Universityમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે ત્યારબાદ આનંદ પોતાનો ફેમિલી બિઝનેસ શાહી એક્સપોર્ટ સંભાળવા માટે ભારત આવી ગયા. વર્ષ 2014માં સોનમ કપૂર અને આનંદની મુલાકાત થઈ હતી. એક મહિના બાદ જ આનંદે સોનમને પ્રપોઝ કરી દીધુ હતુ. ચાર વર્ષ ડેટિંગ બાદ હવે બંનેનો સંબંધ લગ્નના મુકામ સુધી પહોંચ્યો અને આજે બંનેના લગ્નને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X