For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિમેન્ટની પાઈપમાં રહેવા મજબૂર મજૂરોને સોનુ સૂદે કહ્યુ - કાલે ઘરે જઈ રહ્યા છો મારા ભાઈ

મજૂર રોઈ રોઈને ઘરે મોકલી આપવાની માંગ કરી રહ્યા છે. આના પર સોનૂ સૂદે તરત જવાબ આપ્યો.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનમાં સોનુ સૂદ મજૂરો અને ગરીબોને તેમના ઘર સુધી પહોંચાડવાનુ કામ સતત કરી રહ્યા છે. મુંબઈ જ નહિ પરંતુ દેશભરમાં ફસાયેલા લોકોની મદદ કરી તે આગળ આવી રહ્યા છે. બેંગલુરુમાં ફસાયેલા મજૂરોને એક વીડિયો સોશિયલ મીડિયા પર તેમણે જોયો, જેમાં મજૂર રોઈ રોઈને ઘરે મોકલી આપવાની માંગ કરી રહ્યા છે. આના પર સોનૂ સૂદે તરત જવાબ આપ્યો અને લખ્યુ કે કાલે તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા થઈ જશે.

પરિવાર સાથે પાઈપમાં રહેવા મજબૂર

પરિવાર સાથે પાઈપમાં રહેવા મજબૂર

યોગિતા ભયાના નામની એક્ટિવિસ્ટે બેંગલુરુના સ્ટેશનની બહાર સિમેન્ટની પાઈપોમાં છેલ્લા પાંચ દિવસથી પોતાના બે માસુમ બાળકો અને એક વિકલાંગ સાથી સાથે બેસેલા મજૂરનો આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મજૂર રોતા રોતા ઘરે મોકલી આપવાની પોકાર કરી રહ્યા છે. તેમણે વીડિયો શેર કરીને મદદ માંગી જેના પર સોનૂ સૂદે મદદનો પૂરો ભરોસો આપ્યો છે.

દેશભરમાં મદદ કરી રહ્યા છે સોનુ

અભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. તેનુ કારણ તેમનુ લૉકડાઉનના કારણે મુશ્કેલીમાં ફસાયેલા મજૂરોની મદદ માટે આગળ આવવાનુ છે. મુંબઈમાં ફસાયેલા હજારો લોકોને તે બસોની વ્યવસ્થા કરીને તેમના ઘરો સુધી પહોંચાડ્યા છે. વળી, એક દિવસ પહેલા એરપોર્ટ દ્વારા 177 છોકરીઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી છે.

દેશભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે સોનૂ સૂદ

દેશભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે સોનૂ સૂદ

25 માર્ચે લૉકડાઉન થયા બાદથી જ મજૂર અને ગરીબ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને મોટા શહેરોમાં કામ કરી રહેલા મજૂરો પર તેમને બહુ માર પડી છે. સરકારોની અનદેખીના શિકાર મજૂર સેંકડો મીલ પગે ચાલવા માટે મજબૂર થઈ રહ્યા છે. સોનૂ સૂદ મજૂરોની મદદમાં લાગી ગયા છે. તે સતત બસોની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમણે એક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે. જેના પર કોઈ મદદ માંગે તો સોનૂ તરફથી મદદ આવે છે.

24 કલાકમાં રેકોર્ડ 11 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, પહેલી વાર ઘટ્યા સક્રિય દર્દી24 કલાકમાં રેકોર્ડ 11 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, પહેલી વાર ઘટ્યા સક્રિય દર્દી

English summary
Sonu sood help migrant worker live pipes in bangaluru video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X