For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબ

ટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે ફિલ્મ એક્ટર સોનૂ સૂદ જરૂરિયાતમંદોની સતત મદદ કરી રહ્યા છે. તેઓ પોતાના પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાના કામમાં લાગી ગયા છે. પ્રવાસી મજૂરો માટે સોનૂ સૂદે બસની વ્યવસ્થા કરી છે. આ બસો દ્વારા દરરોજ સેંકડો મજૂરો પોતાના પરિવાર પાસે પહોંચી રહ્યા છે. સોનૂ સૂદે મજૂરોની મદદ માટે હેલ્પલાઈન અને વોટ્સએપ નંબર જાહેર કર્યા છે. ટ્વિટર પર સોનૂ સૂદ સતત એક્ટિવ છે, અને લોકોના દરેક સવાલનો જવાબ આપવાની કશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક ટ્વિટર યૂઝરે સોનૂ સૂદને તેમની એનર્જીનો રાજ પૂછી લીધો. સોનૂએ આ સવાલનો જવાબ બહુ શાનદાર રીતે આપ્યો અને એકવાર ફી લોકોનું દિલ જીતી લીધું.

સોનૂએ જણાવ્યું, શું છે ઉર્જાનો સ્રોત

સોનૂએ જણાવ્યું, શું છે ઉર્જાનો સ્રોત

જણાવી દઈએ કે શનિવારે ટ્વિટર યૂઝર નતાશા શર્માએ સોનૂ સૂદના હોસલાને સલામ કરતા કહ્યું, જેટલી ઈજ્જત અમિતાભ બચ્ચે આખી જિંદગીમાં કમાણી એટલી સોનુ સૂદે માત્ર 10 દિવસમાં કમાઈ લીધી. તમને અમારી સલામ. નતાશાના આ ટ્વીટને રીટ્વીટ કરતા એક અન્ય યૂઝરે લખ્યું કે સોનૂ સૂદને હવે સર સોનૂ સૂદ કહેવા જોઈએ. આ ટ્વીટમાં તેમણે કેટલાક ન્યૂઝ ચેનલ્સને પણ ટેગ કર્યા. જેના પર સોનૂ સૂદે રિપ્લાઈ આપતા કહ્યુંકે, સર કહેવાથી સંબંધ દૂર થાય છે. મને ઓય સોનૂ ચલેગા. સોનૂનાઆ રિપ્લાય પર મયં કુમાર વશિષ્ટ નામના એક ટ્વિટર યૂઝરે તેમને તેમની ઉર્જાનો સ્રોત પૂછી લીધો. જેના પર સોનૂએ જવાબ આપતા કહ્યું, મારી ઉર્જાનો સ્રોત એક પ્રવાસીની ઉર્જાના સ્રોતથી બહુ ઓછો છે, જે પતાના પ્રિયજનો અને પરવાર સાથે સેંકડો કમી પગપાળા ચાલવાનો ફેસલો લેતા હોય છે. મને આશા છે કે તમને ઉત્તર મળી ગયો છે.

રિયલ હીરો બની ચૂક્યા છે સોનૂ સૂદ

રિયલ હીરો બની ચૂક્યા છે સોનૂ સૂદ

જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું, જેને પગલે મોટી સંખ્યામાં લોકો સમક્ષ રોજગારનું સંકટ પેદા થઈ ગયું છે. જે બાદ પ્રવાસી મજૂર પગપાળા જ પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા હતા. એવા મુશ્કેલ હાલાતમાં સોનૂ સૂદે પણ પ્રવાસી મજૂરો માટે બસની વ્યવસ્થા કરી અે તેમને ઘરે મોકલવા શરૂ કર્યું. બસની વ્યવસ્થા કરતાં સોનૂ સૂદે કહ્યું કે મારું માનવું છે કે વર્તમાન સમયમાં જ્યારે આપણે બધા આ વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારીનો સામનો કરી રહ્યા છીએ તો પ્રત્યેક ભારતીયએ પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે રહેવું જોઈએ અને તેના હકદાર પણ છે.

આવી રીતે જ વખાણ થઈ રહ્યાં છે, દુઆ મળી રહી છે

આવી રીતે જ વખાણ થઈ રહ્યાં છે, દુઆ મળી રહી છે

પ્રવાસીઓને પોતાના ઘરે મોકલવા માટે સોનૂ સૂદે એક કેમ્પેન ચલાવ્યું અને તેઓ સતત પોતાના કામને અંજામ આપતા રહ્યા છે. સોનૂ સતત પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં લાગ્યા છે. લૉકડાઉનને કારણે મહારાષ્ટ્રના વવિધ ભાગોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે સોનૂ સૂદે બસની વ્યવસ્થા કરી અને આ બસ દ્વારા જ દરરોજ સેંકડો મજૂર પતાના પરિવાર વચ્ચે પહોંચી રહ્યા છે. સોનૂ સૂદના આ કામના ચારોતરફ વખણ થઈ રહ્યા છે અને પ્રવાસીઓ પતાના ઘરે પહોંચી સોનૂ સૂદને મેસેજ મોકલી દુવાઓ આપી રહ્યા છે.

ગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદીગરબી- મજૂર- શ્રમિકોની પિડા શબ્દોમાં વર્ણવી ના શકાયઃ પીએમ મોદી

English summary
sonu sood replies to twitter user on source of energy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X