For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લિશ વિંગ્લિશને સમીક્ષકોએ સોમાંથી સો નંબર આપ્યાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 ઑક્ટોબર : આ શુક્રવારે પડદે આવી રહી ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ દ્વારા ગૌરી શિંદે જ્યાં એક બાજુ ફિલ્મી દુનિયામાં દિગ્દર્શક તરીકે કારકિર્તી શરૂ કરવા જઈ રહ્યાં છે, ત્યાં બીજી બાજુ આ ફિલ્મ દ્વારા લગભગ 15 વર્ષ બાદ શ્રીદેવી પણ કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ ફિલ્મ સમીક્ષકોએ ઇંગ્લિશ વિંગ્લિશને સોમાંથી સો નંબર આપ્યાં છે.

Sridevi In English Vinglish

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે બૉલીવુડ હંગામાને જણાવ્યું છે કે આ ફિલ્મ દ્વારા શ્રીદેવી ફરી એક વાર સૌની દિલોમાં ઘર કરી લેશે. આ તેમની મૅજિક ફિલ્મ છે.

તરણ આદર્શે જણાવ્યું છે કે પહેલા પાનસિંહ તોમર, કહાની, વિકી ડૉનર, બર્ફી, ઓહ માય ગૉડ તેમજ હવે ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોએ સિદ્ધ કરી આપ્યું છે કે હવે ફિલ્મોમાં માત્ર કચરું પિરસવામાં નથી આવતું. ફિલ્મોની કક્ષામાં સુધારો આવ્યો છે. લોગો ગ્લૅમર ઉપરાંત પણ ઘણું બધું વિચારવાં લાગ્યાં છે. ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ તેનું જીવંત પ્રમાણ છે. આ ફિલ્મમાં શ્રીદેવીએ પોતાના શાનદાર અભિનય દ્વારા સિદ્ધ કર્યું છે કે આખરે લોકો તેમના એટલાં મોટા ફૅન કેમ છે?

બીજી બાજુ બહુમુખી પ્રતિભા સમ્પન્ન અનુપમ ખેરે પણ જણાવ્યું છે કે શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ જોઈને લાગ્યું કે તેઓ જ બૉલીવુડના અસલી રાણી છે. આ એક બહુ જ સારી ફિલ્મ છે. બધાએ આ ફિલ્મ જોવી જોઇએ. આ ફિલ્મમાં એક સંદેશ છે, જે મનોરંજન સાથે પિરસવામાં આવ્યું છે. અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું છે કે આપને જણાવી દઇએ કે ગૌરી શિંદે અત્યાર સુધી માત્ર એડની દુનિયાના ક્વીન કહેવાતાં હતાં, પરંતુ હવે બૉલીવુડમાં પણ તેમનો સિક્કો જામી જશે.

English summary
Sridevi is Amazing in English Vinglish said Taran Adarsh and Anupam Kher after watching movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X