SRK Birthday: મન્નતની બહાર અડધી રાતે ફેન્સની ભીડ, શાહરુખ ખાને આપી ફ્લાઈંગ કિસ, Video વાયરલ

શાહરુખ ખાન આજે તેમનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. અડધી રાતે મન્નતની બહારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.

મુંબઈઃ શાહરુખ ખાન આજે તેમનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. જન્મદિવસની શુભકામના આપવા માટે 2 નવેમ્બરે અડધી રાતે મન્નતની બહાર ફેન્સની ભીડ તેમના સ્ટારડમનો પુરાવો છે. ફેન્સે મન્નતના રસ્તાઓ જામ કરી દીધા અને ફટાકડા ફોડીને પઠાણ સ્ટારનો જન્મદિવસ મનાવ્યો. શાહરુખ ખાને પણ હંમેશાની જેમ ફેન્સને નારાજ ન કર્યા અને ગેલેરીમાં ઉભા રહીને સહુનુ અભિવાદન ઝીલ્યુ. શાહરુખ ખાન જ્યારે મન્નતની બહાર આવ્યા તો ફેન્સની ખુશીનો પાર ન રહ્યો.

srk

શાહરૂખે નાના અબરામ સાથે ચાહકોના પ્રેમને આવકાર્યો અને તેમની પ્રશંસા સામે ઝૂકી પણ ગયા. શાહરૂખ ખાન થોડી મિનિટ સુધી પોતાના ચાહકોની સામે ઝૂકતા રહ્યા અને ફ્લાઈંગ કિસથી તેમને પ્રેમ મોકલતા રહ્યા. શાહરૂખ ખાનનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો સતત તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. શાહરૂખ ખાનના ચાહકો અલગ છે, તેઓ તેનો જન્મદિવસ ઘણી રીતે ઉજવે છે. કેટલાક ચાહકોએ ફરી એકવાર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈને અભિનેતાના જન્મદિવસની ઉજવણી કરી. ફિલ્મના સ્ક્રિનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે શાહરૂખનો વફાદાર ચાહકો છે.

શાહરૂખ ખાનના ફેન્સ હાલમાં તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને શાહરૂખ ખાન તેનુ શૂટિંગ કરી રહ્યા છે. પઠાણ આવતા વર્ષની શરૂઆતમાં જ રિલીઝ થશે અને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આજે એટલે કે શાહરૂખ ખાનના જન્મદિવસના અવસર પર ફિલ્મનુ ટીઝર રિલીઝ થઈ શકે છે. જોકે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ફ્લોપ થઈ ત્યારે શાહરૂખ ખાને જાહેરાત કરી હતી કે તે હવે સારી સ્ક્રિપ્ટ મળ્યા બાદ જ કામ કરશે. તેથી જ તેઓએ આટલુ લાંબુ અંતર લીધુ છે. જોકે, થોડા સમય પહેલા તે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરતો જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X