For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ ડ્રગ્ઝ કનેક્શન પર રિયા-સેમ્યુઅલના ઘરે NCBની રેડ

એનસીબીની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચીને રેડમાં લાગી ગઈ છે. શુક્રવારે સવારે જ રિયાના ઘરે NCBની ટીમ પહોંચી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની તપાસ ચાલુ છે. સુશાંત સાથે જોડાયેલા લોકો, તેમના નજીકના લોકોની પૂછપરછ ચાલી રહી છે. સીબીઆઈ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના ઘણા રાઉન્ડ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. સુશાંત કેસમાં સીબીઆઈ તપાસનો આજે 15મો દિવસ છે. વળી, ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ પણ આ કેસમાં પોતાની તપાસ તેજ કરી દીધી છે. એનસીબીની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચીને રેડમાં લાગી ગઈ છે. શુક્રવારે સવારે જ રિયાના ઘરે NCBની ટીમ પહોંચી છે.

રિયા પર કસાઈ રહ્યો છે ગાળિયો

રિયા પર કસાઈ રહ્યો છે ગાળિયો

સુશાંત કેસમાં આરોપી બનાવવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી સવાલોના ઘેરામાં છે. સીબીઆઈ રિયાને ઘણી વાર પૂછપરછ કરી ચૂકી છે. વળી, હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ પોતાની તપાસ તેજ કરી દીધી છે. શુક્રવારે સવારે NCBએ રિયા ચક્રવર્તીના ઘરે રેડ પાડી. ડ્રગ કનેક્શનની વાત સામે આવ્યા હાત એનસીબી સક્રિય થઈ ગઈ. રિયા સાથે સાથે સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ એનસીબીની ટીમનુ સર્ચ ઑપરેશન શરૂ થઈ ગયુ. વાસ્તવમાં ડ્રગ્ઝ કનેક્શન કેસમાં રિયા અને તેનુ ફેમિલી હવે NCBના નિશાના પર આવી ગઈ છે

રિયાનુ ડ્રગ કનેક્શન

રિયાનુ ડ્રગ કનેક્શન

NCBએ ડ્રગ્ઝ કનેક્શનમાં અત્યાર સુધી 2 ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. તેમાંથી એક ડ્રગ્ઝ પેડલરે રિયાના ભાઈ શોવિક અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાંડાનુ નામ લીધુ છે. રિયા અને શોવિક વચ્ચે ડ્રગ્ઝ વિશે થઈ રહેલી વાતચીતનો ખુલાસો થયા બાદ NCBએ આ કેસમાં ડ્રગ્ઝ એંગલની છાનબીન શરૂ કરી. હવે આ કેસમાં રિયાના ઘરે રેડ પાડવામાં આવી રહી છે. વાસ્તવમાં રિયા અને તેમના ભાઈ વચ્ચે ડ્રગ્ઝ માટે ચેટિંગ થઈ હતી જેમાં સામે આવ્યા બાદ હવે રિયાની મુશ્કેલી વધી ગઈ. એનસીબીના ઘણા એવા પુરાવા મળ્યા છે જેનાથી માલુમ પડે છે કે રિયાના ભાઈ શોવિક ડ્રગ્ઝ પેડલરના સંપર્કમાં હતો. સીબીઆઈ અને ઈડી બાદ હવે રિયા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિશાન પર પણ આવી ગઈ છે.

સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ સર્ચ ઑપરેશન

સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ સર્ચ ઑપરેશન

રિયા સાથે સાથે સુશાંતનો સ્ટાફ સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ એનસીબીની ટીમનુ સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે. ડ્રગ્ઝ પેડલરે સેમ્યુઅલેનુ નામ પણ લીધુ હતુ ત્યારબાદ હવે NCBએ બંનેના ઘરની તપાસ શરૂ કરી દીધી છે. NCB ઑપરેશન સેલના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યુ કે શોવિક અને સેમ્યુઅલના ઘરે રેડ પાડવામાં આવી રહી છે. NCBની ટીમનુ રિયા અને સેમ્યુઅલના ઘરે સર્ચ ઑપરેશન ચાલુ છે જેમાં રિયાના ઘરે મોબાઈલ ફોન અને લેપટૉપની તપાસ કરવામાં આવી રહી છે.

USISPF લીડરશિપ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, જાણો મહત્વપૂર્ણ વાતોUSISPF લીડરશિપ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, જાણો મહત્વપૂર્ણ વાતો

English summary
SSR Case: Narcotics Control Bureau team raid on Rhea's residence in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X