Star Guild Awards : મૅરી કોમ છવાઈ, જુઓ આખું વિનર List
મુંબઈ, 12 જાન્યુઆરી : રિનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ 2015 તાજેતરમાં જ યોજાઈ ગયો કે જેમાં બૉલીવુડ અને ટેલીવિઝન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
ધ ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇંડિયાએ ગત 8મી જાન્યુઆરીએ એક નિવેદન જારી કરી રિનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ નૉમિનેશનની જાહેરાત કરી હતી અને ઍવૉર્ડ ફંક્શન રવિવારે રાત્રે યોજાયો.
આ ઍવૉર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા અભિનીત મૅરી કોમ ફિલ્મ વાઈ ગઈ. આ ફિલ્મે મહત્તમ ઍવૉર્ડ્સ હાસલ કર્યાં, તો અન્ય ફિલ્મોને પણ વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો મળ્યાં.
* ધ ગિલ્ડ પ્રેસિડેંટ ઍવૉર્ડ્સ : મૅરી કોમ
* જિયોની મોસ્ટ સ્ટાઇલિશ યૂથ આઇકૉન : આલિયા ભ્ટ
* બજાતે રહો ડાયલૉગ ઑફ ધ ઈયર બાય રેડ એફએમ : મૅરી કોમ
* એકે અબ્બાસ ઍવૉર્ડ ફૉર સ્પેશિયલ કૉન્સિયસનેસ ઇન સિનેમા : સિટીલાઇટ્સ
* સ્ટાર પ્લસ શાઇનિંગ સુપરસ્ટાર ઍવૉર્ડ : શ્રદ્ધા કપૂર
* બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન : ડેઢ ઇશ્કિયા તથા મૅરી કોમ
* બેસ્ટ ડાયલૉગ : અભિજાત જોશી તથા રાજકુમાર ફૉર પીકે
* બેસ્ટ સ્ટોરી : વિકાસ બહલ, ચૈતાલી પરમાર તથા પરવેઝ શેખ ફૉર ક્વીન
* બેસ્ટ વીએફએક્સ : હૅરી હિંગોરાણી તથા કેતન ફૉર હૅપ્પી ન્યુ ઈયર
હવે જુઓ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ જેવા મુખ્ય ઍવૉર્ડ્સની યાદી સ્લાઇડરમાં :

બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ (મેલ)
શાહિદ કપૂરે હૈદર માટે બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ (મેલ)નો ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ (ફીમેલ)
મૅરી કોમ માટે પ્રિયંકા ચોપરાને બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ (ફીમેલ)નો સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ આપવામાં આવ્યો.

બેસ્ટ ફિલ્મ
રાજકુમાર હીરાણીની પીકે બેસ્ટ ફિલ્મ ઍવૉર્ડ હાસલ કરવામાં કામયાબ નિવડી. આ ફિલ્મની કમાણી અત્યાર સુધી 600 કરોડથી ઉપર પહોંચી ગઈ છે.

બેસ્ટ પરફૉર્મન્સ ઇન ઍ નેગેટિવ રોલ
એક વિલન માટે રીતેશ દેશમુખને બેસ્ટ પરફૉર્મન્સ ઇન ઍ નેગેટિવ રોલનો ઍવૉર્ડ અપાયો હતો.

બેસ્ટ ડેબ્યુ (મેલ)
હીરોપંતી સાથે કૅરિયર શરૂ કરનાર ટાઇગર શ્રૉફને બેસ્ટ ડેબ્યુ (મેલ) ઍવૉર્ડથી સન્માનિત કરાયાં.

બેસ્ટ ડેબ્યુ (ફીમેલ)
હીરોપંતી માટે જ ક્રિતી સૅનનને બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) ઍવૉર્ડ આપવામાં આવ્યો.

લાઇફટાઇમ્સ ઍચીવમેંટ ઍવૉર્ડ
રાકેશ રોશને લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

બેસ્ટ સ્ટોરી
ક્વીન ફિલ્મ આ કૅટેગરીમાં ઍવૉર્ડ હાસલ કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મની સ્ટોરી વિકાસ બહલ, ચૈતાલી પરમાર તથા પરવેઝ શેખે લખી હતી.

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર
મૅરી કોમ માટે દિગ્દર્શક ઓમંગ કુમારને બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો.

બેસ્ટ કોરિયોગ્રાફી
બૅંગ બૅંગ ફિલ્મના ગીત તૂ મેરી... માટે બૉસ્કો-કાએસરને બેસ્ટ કોરિયોગ્રાફીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો.