Sunil Grover Birthday: ક્યારેક સેલેરીમાં મળતા હતા 500 રૂપિયા, આજે કરોડોનો માલિક છે સુનીલ ગ્રોવર, જાણો કમાણી

કૉમેડીના બાદશાહ બનવાની સફર સુનીલ માટે આસાન ન હતી પરંતુ આ કૉમેડીના કારણે આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે. ચાલો તેમના જન્મદિવસના અવસર પર તેમના સંઘર્ષની કહાની વિશે જાણીએ.

મુંબઈઃ બૉલિવુડ એક્ટર અને દેશના પ્રખ્યાત કૉમેડિયન સુનીલ ગ્રોવરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની પરફેક્ટ કૉમેડીથી લોકોને એટલા હસાવ્યા છે કે લોકો આજે તેના ફેન બની ગયા છે. ફેમસ ડૉ.ગુલાઠી હોય કે ગુત્થી તેણે હંમેશા દરેક પાત્રમાં જીવ આપ્યો છે. જો કે, સુનીલ ગ્રોવરે થોડા દિવસો પહેલા થયેલી હાર્ટ સર્જરી બાદ હાલમાં કામમાંથી થોડો બ્રેક લીધો છે. સુનીલના ચાહકો ઈચ્છે છે કે તે જલ્દી સ્વસ્થ થઈને ટીવી પર પાછો ફરે. સુનીલે તેની કૉમેડીથી ઘણુ નામ કમાયુ છે. આજે સુનીલ ગ્રોવરનો 45મો જન્મદિવસ છે. કૉમેડીના બાદશાહ બનવાની સફર સુનીલ માટે આસાન ન હતી પરંતુ આ કૉમેડીના કારણે આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે. ચાલો તેમના જન્મદિવસના અવસર પર તેમના સંઘર્ષની કહાની વિશે જાણીએ.

હરિયાણાનો રહેવાસી છે સુનીલ

હરિયાણાનો રહેવાસી છે સુનીલ

સુનીલ ગ્રોવરે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. મળતી માહિતી મુજબ સુનીલ ગ્રોવરનો જન્મ હરિયાણાના ડબવાલી ગામમાં થયો હતો. તેણે શાળા અને કોલેજનુ શિક્ષણ હરિયાણાથી કર્યુ. પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ સુનીલ એક્ટિંગની દુનિયામાં નામ કમાવા મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈ પહોંચ્યા પછી સુનીલ ગ્રોવરની સફર સરળ નહોતી.

500 રૂપિયાની સેલેરી પર કરતો હતો કામ

500 રૂપિયાની સેલેરી પર કરતો હતો કામ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્યુમન ઑફ બૉમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલે કહ્યુ હતુ કે મુંબઈ આવ્યાના એક વર્ષ સુધી તેની પાસે કોઈ કામ નહોતુ. આ પછી તે એક નોકરી કરતો હતો જેના માટે તેને દર મહિને 500 રૂપિયાનો પગાર મળતો હતો. ત્યારબાદ સુનીલ ગ્રોવરને રેડિયોમાં મોટો બ્રેક મળ્યો અને તેણે કૉમેડી સીરિઝ હંસી કે ફવ્વારેમાં કામ કરવાનુ શરૂ કર્યુ.

રેડિયોથી કરી હતી કૉમેડીની શરુઆત

રેડિયોથી કરી હતી કૉમેડીની શરુઆત

તેમના પાત્ર સુદને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ પછી સુનીલ ગ્રોવર અજય દેવગનની ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'માં જોવા મળ્યો હતો. આ તેની ડેબ્યુ ફિલ્મ હતી. ધીમે ધીમે આ સફર કોમેડી નાઈટ્સ વિથ કપિલ સુધી પહોંચી જ્યાં ગુત્થીના પાત્રે સુનીલને એક નવી ઓળખ આપી. લોકોને તેનુ પાત્ર ખૂબ પસંદ આવ્યુ.

ગુત્થીના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ

ગુત્થીના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ

ઘણા વર્ષો સુધી આ શો દ્વારા સુનીલની કૉમેડી ટેલેન્ટ સામે આવી પરંતુ કપિલ શર્મા સાથેના ઝઘડા પછી સુનીલ શોમાંથી દૂર થઈ ગયો. આ પછી સુનીલ ગ્રોવરે પોતાનો કૉમેડી શો શરૂ કર્યો પરંતુ ટીઆરપીના અભાવે તે બંધ થઈ ગયો. ત્યારપછી સુનીલ ગ્રોવર ફિલ્મો અને વેબ સિરીઝ તરફ વળ્યા અને હાલમાં તેની કારકિર્દી ખૂબ સારી રીતે ચાલી રહી છે. એક સમયે 500 રૂપિયા કમાતા સુનીલ ગ્રોવર હવે કરોડોના માલિક બની ગયા છે.

આજે છે 18 કરોડની સંપત્તિના માલિક

આજે છે 18 કરોડની સંપત્તિના માલિક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનીલ ગ્રોવર હવે 18 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેમનુ મુંબઈમાં આલીશાન ઘર છે. તેણે આ ઘર વર્ષ 2013માં ખરીદ્યુ હતુ. અહેવાલ છે કે સુનીલ ગ્રેવર એક ફિલ્મ કરવા માટે લગભગ 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે તે ટીવી પર એક એપિસોડના શૂટિંગ માટે 10થી 15 લાખ રૂપિયા લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X