
22 વર્ષ જૂના કેસમાં સની દેઓલ અને કરિશ્મા કપૂર જેલ જવાથી બચ્યા
બોલિવુડના અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરને ગુરુવારે મોટી રાહત મળી છે. જયપુરની એડીજે કોર્ટે બંનેને રેલવે સાથે જોડાયેલ 22 વર્ષ જૂના કેસમાં મુક્ત કર્યા છે. આ બંને પર 1997માં ટ્રેન પુલિંગનો આરોપ હતો અને બંને પર રેલવેની સંપત્તિને મંજૂરી વિના ઉપયોગ કરવા અને તેને નુકશાન પહોંચાડવાનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસ એક ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે.

સની દેઓલ અને કરિશ્માને રાહત
રેલવે કોર્ટે સની દેઓલ અને કરિશ્મા કપૂરને 17 સપ્ટેમ્બરના રોજ રેલવે અધિનિયમની કલમ 141, 145, 146 અને 147 હેઠળ બંનેને દોષી ગણાવ્યા હતા. આ કેસ 11 માર્ચ 1997ના રોજ બજરંગ ફિલ્મની શૂટિંગ દરમિયાનનો હતો. રેલવે અદાલતના ચુકાદા સામે બંનેએ રિવીઝન દાખલ કરી હતી. આ કેસમાં ચુકાદો સંભળાવીને એડીજે-17 કોર્ટે કેસને ડિસ્ચાર્જ કરી દીધો. જજ પવન કુમારે કહ્યુ કે બંને સામે પૂરતા પુરાવાનો અભાવ છે.

સત્ર ન્યાયાલયમાં કરી અપીલ
આ બંને કલાકારોએ સત્ર ન્યાયાલયમાં આ કેસ સામે અરજી દાખલ કરી હતી જેમાં તેમના તરફથી દલીલો એ કે જૈને કરી હતી. તેમના પર આરોપ હતો કે તેમના કારણે ટ્રેન 2413-એ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પહોંચી હતી. આ ઘટના અજમેરના નરેના રેલવે સ્ટેશનની હતી.
આ પણ વાંચોઃ સમુદ્ર કિનારે પીએમ મોદીને કચરો દેખાયો તો જાતે સાફ કરવા લાગ્યા, જુઓ Video

બંનેએ પોતાને ગણાવ્યા નિર્દોષ
આ કેસમાં સની દેઓલ અને કરિશ્મા કપૂર ઉપરાંત ફાઈટ માસ્ટર ટીનૂ વર્મા અને સતીષ શાહને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં ટીનૂ વર્મા અને શાહને કોર્ટે આરોપી માન્યા હતા. પરંતુ સની દેઓલ અને કરિશ્માએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સની દેઓલ વર્તમાન સમયમાં લોકસભા સાંસદ પણ છે.