ઢિશુમ ઢિશુમ નહીં, ઇલુ ઇલુ કરશે સન્ની દેઓલ
મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડના એક્શન કિંગ કે જેઓ પોતાના ડાયલૉગ્સ દ્વારા ધૂમ મચાવે છે, તેઓ ટુંકમાં જ આપને ચુલબુલા રોલમાં નજરે પડનાર છે. આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ. હા જી. અમે વાત કરી રહ્યાં છીએ અભિનેતા સન્ની દેઓલની કે જેઓ કંગના રાણાવત સાથે ફિલ્મ આઈ લવ એનવાય (આઈ લવ ન્યુ ઈયર) ફિલ્મમાં ઇશ્ક ફરમાવતાં નજરે પડનાર છે.

આઈ લવ એનવાયનો ફર્સ્ટ લુક લૉન્ચ કરતાં દિગ્દર્શિકા રાધિકા રાવ અને વિનય સપરૂએ જણાવ્યું કે ફિલ્મમાં આપને એક નવા સન્ની દેઓલ નજરે પડશે કે જેમને જોઈ ચોક્કસ તમામ દર્શકો ઘેલાં થઈ જશે. લાંબા વખત બાદ સન્ની કોઈ ફિલ્મમાં દેખાશે. તેમની છેલ્લી ફિલ્મ યમલા પગલા દીવાના હતી. પછી સન્ની દેઓલ પીઠ દર્દના કારણે લાંબા સમય સુધી માંદા રહ્યા હતાં. ફિલ્મ અંગે વધુ કંઈ ન ખુલાલોસ કરતાં રાધિકાએ જણાવ્યું કે સન્ની દેઓલ એક બહેતરીન કલાકાર છે. તેમને ખુશી છે કે તેમને સન્નીને ડાયરેક્ટ કરવાની તક મળી છે.
જોકે સન્ની દેઓલ પ્રથમ વાર કંગના રાણાવત સાથે કોઈ ફિલ્મમાં આવી રહ્યાં છે. એ જોવું રસપ્રદ રહેશે કે આ બેમેલ જોડી લોકો સ્વીકારે છે કે નહીં. સાથે જ સન્નીને કાયમ ઢિશુમ ઢિશુમ કરતાં જોનારા દર્શકો તેમને આઈ લવ ધરાવતાં અંદાજમાં પસંદ કરે છે કે નહીં. આઈ લવ એનવાય ફિલ્મ આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
