માતા બની સની લિયોન, બાળકીનું નામ રાખ્યું નિશા કૌર વેબર

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેણે અને તેના પતિએ જે પગલું ભર્યું છે, એ જાણીને તમને ખરેખર આશ્ચર્ય અને ખુશી થશે. સની લિયોન અને પતિ ડેનિયલ વેબરે એક બાળકી દત્તક લીધી છે અને એનું નામ નિશા કૌર વેબર રાખ્યું છે. નોંધનીય છે કે, સની લિયોનનું સાચું નામ છે, કરનજીત કૌર વહોરા છે.

લાતૂરથી લીધી બાળકી દત્તક

લાતૂરથી લીધી બાળકી દત્તક

અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના લાતૂરના એક અનાથાશ્રમમાંથી સની લિયોને આ બાળકી દત્તક લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ આ વાત કન્ફર્મ કરતાં સની લિયોનને સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. શર્લિનના આ ટ્વીટ પર સની લિયોને પણ તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

21 મહિનાની છે બાળકી

21 મહિનાની છે બાળકી

રિપોર્ટ્સ અનુસાર, આ બાળકી માત્ર 21 મહિનાની છે. એક અંગ્રેજી અખબાર સાથે થયેલ વાતચીતમાં સની લિયોને આ અંગે જણાવ્યું હતું કે, તે આ બાળકીને દત્તક લઇને ખૂબ ખુશ, ઉત્સાહિત છે. તેણે જણાવ્યું હતું કે, બાળકી દત્તક લીધા બાદ તેના મનમાં અનેક જાતની ફીલિંગ્સ આવી રહી છે.

ત્રણ મહિનામાં બની માતા

ત્રણ મહિનામાં બની માતા

સની લિયોને હસતા-હસતા જણાવ્યું હતું કે, આ બધું માત્ર ત્રણ સપ્તાહમાં ફાઇનલ થઇ ગયું હતું, જ્યારે કે લોકોને માતા બનવાની તૈયારીમાં 9 મહિના લાગી જતા હોય છે. આ બધું અત્યારે એકદમ નવું-નવું લાગે છે.

શું કહ્યું ડેનિયલે?

શું કહ્યું ડેનિયલે?

આ અંગે વાત કરતાં સનીના પતિ ડેનિયલે જણાવ્યું હતું કે, લગભગ 2 વર્ષ પહેલાં અમે એક અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી, એ સમયે અમે આ માટે અરજી કરી હતી. અમે એ અનાથ આશ્રમની મેનેજમેન્ટ સિસ્ટમ જોઇને ખૂબ પ્રભાવિત થયાં હતા અને અમે મદદ કરવા માંગતા હતા. આ નિર્ણય દ્વારા અમે એ દિશામાં એક નાનકડું પગલું ભર્યું છે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ

અપકમિંગ પ્રોજેક્ટ્સ

સની લિયોન હાલ 'એમટીવી સ્પ્લિટ્સવિલા 10'નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે મિલન લૂથરિયાની આગામી ફિલ્મ 'બાદશાહો' અને અરબાઝ ખાન સાથેની ફિલ્મ 'તેરા ઇંતઝાર'માં પણ કામ કરી રહી છે.

English summary
Sunny Leone and husband Daniel Weber adopt a baby girl.
Please Wait while comments are loading...