પૉર્ન ઇન્ડસ્ટ્રી કરતાં બોલિવૂડમાં વધુ કોમ્પ્રોમાઇઝ કરવા પડે છેઃ સની લિયોન

Written By:
Subscribe to Oneindia News

હાલમાં જ બીબીસી તરફથી 100 પ્રભાવશાળી મહિલાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સની લિયોનનું નામ પણ હતું. પૉર્ન ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં આવેલી આ અભિનેત્રીએ કહ્યું હતું કે, અહીં મુસીબતો વધારે છે. અહીં અભિનેત્રીઓને ડગલે ને પગલે કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે.

આ ઇન્ડિયન-કેનેડિયન એક્ટ્રેસ તેના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે બોલિવૂડમાં લોકપ્રિય થઇ છે, જો કે હજુ સુધી તેણે એક પણ હિટ ફિલ્મ આપી નથી. તે સૌ પ્રથમ 2011માં બિગ બોસમાં જોવા મળી હતી અને ત્યાર બાદ 2012માં તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું.

પૉર્ન ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ

પૉર્ન ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં સની લિયોને જણાવ્યું છે કે, બોલિવૂડમાં પૉર્ન ઇન્ડસ્ટ્રી કરતાં વધારે મુસીબતો છે અને અહીં વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે. બોલિવૂડમાં કામ કરતી હોવા છતાં તેણે પોતાની પ્રોડક્શન કંપની સનલસ્ટ એન્ટરટેઇન્મેન્ટ બંધ કરી નથી. હાલમાં જ તે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી વ્યક્તિની ઉપાધિ મેળવી ચૂકી છે. સની લિયોનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ વધુ સર્ચ કરવામાં આવે છે.

અહીં જુઓ: બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ કેટરીનાની લેટેસ્ટ તસવીરો

બોલિવૂડના સેટ પર થાય છે ભેદભાવ

બોલિવૂડના સેટ પર થાય છે ભેદભાવ

સની લિયોને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું સ્ત્રી છું એ કારણે કે અન્ય કોઇ કારણથી ક્યારેય મારી સાથે ભેદભાવ થયાનું મેં અનુભવ્યું નહોતું. પરંતુ બોલિવૂડના સેટ પર આ પ્રકારના ભેદભાવો કરવામાં આવે છે. મને આ અનુભવ થયો છે અને તે પણ એકવાર નહીં, વારંવાર. અહીં પ્રમાણમાં વધુ કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. મારે હજુ સુધી કોઇ કોમ્પ્રોમાઇઝ નથી કરવા પડ્યા, પરંતુ બધાને એવું નથી હોતુ. અહીં લોકોએ પોતાની માન્યતાઓ અને વિશ્વાસ સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે અને આ અનુભવ ખરેખર ખૂબ ભયભીત કરનારો હોય છે.

અહીં જુઓઃ અમિતાભની પૌત્રી નવ્યાની બર્થ ડે પાર્ટીના ફોટોઝ

હું 'સની લિયોન' બ્રાન્ડને વેચુ છું

હું 'સની લિયોન' બ્રાન્ડને વેચુ છું

તેણે એમ પણ કહ્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીમાં લોકો હજુ પણ મને મારા પાસ્ટને કારણે જજ કરે છે. આ રસ્તો મેં જાતે પસંદ કર્યો છે અને મને ખબર છે કે હું કઇ દિશામાં જઇ રહી છું. મને બરાબર જાણ છે કે લોકો મને કેમ કાસ્ટ કરે છે, કેમ શોમાં આમંત્રણ આપે છે. તેમને સની લિયોન શોટ જોઇએ છે! અને આ છબી મેં જાતે જ બનાવી છે, હું આ અંગે ખૂબ સહજ છું. ઘણીવાર લોકો મારે માટે ખરાબ અને અશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરે છે. એમને ખબર નથી હોતી કે એ લોકો શું બોલી રહ્યા છે. તેણે ઉમેર્યું હતું કે, મને નથી લાગતું કે ઓબ્જેક્ટિફિકેશન ખોટું કામ છે. આપણે તમામ વસ્તુઓ, લોકો અને બ્રાન્ડને આ રીતે જ લઇએ છીએ અને હું એવી જ એક બ્રાન્ડ 'સની લિયોન'ને વેચું છું.

અહીં જુઓઃ ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ હોટ તસવીરો

મેં નથી કીધું કે 'મારા વીડિયો જુઓ'

મેં નથી કીધું કે 'મારા વીડિયો જુઓ'

સની લિયોન પર ભારતીય સંસ્કૃતિને ખરાબ કરવા બદલ તેમજ અશ્લીલતાનો પ્રચાર કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ અંગેના સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે આવી વાતોને ઇગ્નોર કરવામાં જ ભલાઇ સમજે છે. તેણે જણાવ્યું કે, લોકો મારી પસંદ, વિચારો અને સમજ સાથે સંમત નથી, તો કંઇ નહીં. હું એમ છતાં પણ તેમનું સન્માન કરું છું. પરંતુ હું મારા વિચાર કે વીડિયો ફોર્સફુલી કોઇના ગળે નથી ઉતારતી. ના તો મેં કોઇને મારા વીડિયો જોવા માટે મજબૂર કર્યા છે. જો હું તમને પસંદ ના હોઉં તો ગૂગલ પર મારું નામ સર્ચ ન કરો.

English summary
Sunny leone says sexism is more in bollywood than adult films industry.
Please Wait while comments are loading...