For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદાસાહેબ ફાળકે અવૉર્ડઃ જાણો વિજેતાને કેટલી મળે છે રકમ?

દાદાસાહેબ ફાળકે અવૉર્ડને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રતિષ્ઠિત અવૉર્ડ માનવામાં આવે છે. જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપર સ્ટાર રજનીકાંતને ભારતીય સિનેમાનુ સૌથી મોટુ સમ્માન દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવાનુ એલાન થયુ છે. છેલ્લા 5 દશકથી સિલ્વર સ્ક્રીન પર લોકોનુ મનોરંજન કરનાર રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવામાં આવી રહ્યો છે. દાદાસાહેબ ફાળકે અવૉર્ડને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રતિષ્ઠિત અવૉર્ડ માનવામાં આવે છે. આ અવૉર્ડને 1969માં શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘોષણા બાદથી જ રજનીકાંતને દુનિયાભરના ફેન્સ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે. ખુદ રજનીકાંતે પણ ટ્વિટ કરીને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવા પર ખુશી વ્યક્ત કરીને બધાનો આભાર માન્યો હતો.

10 લાખ રૂપિયા પ્રાઈઝ મની

10 લાખ રૂપિયા પ્રાઈઝ મની

તમને જણાવી દઈએ કે દાદાસાહેબ ફાળકે અવૉર્ડ ભારત સરકાર તરફથી અપાતો એક વાર્ષિક પુરસ્કાર છે જે કોઈ વ્યક્તિ વિશેષને ભારતીય સિનેમાના તેના આજીવન યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર હેઠળ વિજેતાને એક સ્વર્ણ કમળ, પ્રશસ્તિ પત્ર, શાલ અને 10 લાખ રૂપિયા રોકડા પ્રાઈઝ મની તરીકે આપવામાં આવે છે.

બધાનો દિલથી આભારઃ રજનીકાંત

બધાનો દિલથી આભારઃ રજનીકાંત

તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2014માં રજનીકાંત 6 તમિલનાડુ સ્ટેટ ફિલ્મ અવૉર્ડઝથી નવાઝવામાં આવ્યા હતા. જેમાંથી 4 પુરસ્કાર સર્વશ્રેષ્ઠ અભિનેતા અને બે સ્પેશિયલ અવૉર્ડઝ હતા. વર્ષ 2000માં તેમને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વળી, 45માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઈન્ડિયામાં રજનીકાંતને સેંટેનરી અવૉર્ડ ફર ઈન્ડિયન ફિલ્મ પર્સન ઑફ ધ યરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

શું કહ્યુ રજનીકાંતે?

શું કહ્યુ રજનીકાંતે?

અવૉર્ડના એલાન બાદ રજનીકાંતે કહ્યુ કે ભારત સરકાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રકાશ જાવડેકર અને જ્યૂરીને મારો આભાર જે તેમણે મારા નામ પર દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે પસંદ કર્યુ. હું આ અવૉર્ડ એ લોકોને સમર્પિત કરુ છુ જે મારી આ સફરમાં સાથે રહ્યા. બધાને દિલથી આભાર.

કોરોના વાયરસ રસીકરણ પર સરકારનુ મોટુ એલાનકોરોના વાયરસ રસીકરણ પર સરકારનુ મોટુ એલાન

English summary
Superstar Rajinikanth is being honoured with Dadasaheb Phalke Award 2021, Know the Prize money and all about the Dadasaheb Phalke Award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X