સલમાન ખાને કર્યુ હિલેરીનુ સમર્થન પરંતુ ઉડવા લાગી મજાક..

Subscribe to Oneindia News

ચૂંટણી ભલે અમેરિકામાં થવાની હોય પરંતુ આ ચૂંટણી પર નજર ભારતીયોની પણ છે એટલા માટે પહેલા બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યુ હતુ અને હવે હિંદી ફિલ્મોના સુલતાન સલમાન ખાને હિલેરીના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો છે.

salman hillary


સલમાને ટ્વીટર પર લખ્યુ છે કે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટન, આશા છે કે તમે જીતશો. ભગવાન સંવિધાન અને માનવીય મૂલ્યોનું પાલન કરવાની તમને શક્તિ આપે. શુભકામનાઓ. તમને જણાવી દઇએ કે અમેરિકામાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. જેમાં હિલેરીનો સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે છે.

સલમાનની ઉડી મજાક

એક તરફ સલમાન ખાને સીધુ, સરળ ટ્વીટ કર્યુ. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને ટ્વીટર પર કટાક્ષ કરી રહ્યા છે. એટલા માટે જ કદાચ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન હંમેશા કહેતા આવ્યા છે કે સલ્લૂ કંઇ પણ કહે બબાલ તો થવાની જ છે.

English summary
Superstar Salman Khan has come out in support of Hillary Clinton for President of the United States in the upcoming poll.
Please Wait while comments are loading...