સુશાંત કેસઃ રિયા ચક્રવર્તીએ કરી 7 મહિનામાં 7 વિદેશ યાત્રા, સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી પર ગાળિયો કસ્યો છે. ફોન ડિટેલ્સ બાદ હવે રિયાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ બહાર આવી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી પર ગાળિયો કસ્યો છે. ફોન ડિટેલ્સ બાદ હવે રિયાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ બહાર આવી છે. ટ્રાવેલ ડિટેલ્સથી જાણવા મળ્યુ છે કે રિયા 10 ઓગસ્ટ 2019થી 25 ફેબ્રુઆરી 2020 સુધી સાત વાર વિદેશ ફરવા ગઈ હતી. સુશાંતના નજીકના લોકોનુ કહેવુ છે કે રિયાના આવ્યા બાદથી સુશાંતના ખર્ચા ખૂબ વધી ગયા હતા. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ ગયા ગુરુવારે રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી. વળી, બીજી તરફ તપાસ એજન્સી ઈડી પણ સતત તેમના પરિવારની પૂછપરછ કરી રહી છે.

7 મહિનામાં 7 વાર વિદેશ યાત્રા

7 મહિનામાં 7 વાર વિદેશ યાત્રા

સુશાંતના નિધન કેસમાં તેમના પિતાએ પટનામાં એફઆઈઆર નોંધાવી છે અને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉકસાવવા, છેતરપિંડી કરવાના આરોપ લગાવ્યા છે. સુશાંતના પરિવારનુ કહેવુ છે કે રિયાએ સુશાંતના કરોડોની સંપત્તિની હેરફેર કરી છે. તેણે સુશાંતને પરિવારથી દૂર કરી દીધો. ત્યારબાદ રિયા ચક્રવર્તી સામે મની લૉંડ્રીંગ કેસમાં તપાસ ચાલુ છે. હવે રિયા ચક્રવર્તીની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. રિયા 10 ઓગસ્ટ 2019થી 25 ફેબ્રુઆરી 2020 સુધી એટલે કે 7 મહિનામાં સાત વાર વિદેશ ગઈ હતી.

સુશાંત વિના દુબઈ ટ્રિપ

સુશાંત વિના દુબઈ ટ્રિપ

ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર રિયા યુરોપમાં ફ્રાંસ, ઑસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી. આ ઉપરાંત તે સુશાંત સિંહ રાજપૂત વિના દુબઈ પણ ગઈ. વળી, ભારતમાં તે ગોવા ફરવા ગઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે રિયા મુંબઈ અને ગોવા ઘણીવાર ટ્રાવેલ કરી હતી. કહેવાય છે કે આ બધી ટ્રિપ તે સુશાંતના પૈસાથી કરતી હતી.

ખર્ચાથી ત્રાસી ગયા હતા સુશાંત

ખર્ચાથી ત્રાસી ગયા હતા સુશાંત

રિયાએ ઈડીના અધિકારીઓને પૂછપરછમાં જણાવ્યુ કે ઓક્ટોબર 2019માં જ્યારે બંને ઈટલી રજા માણવા ગયા હતા ત્યારે પહેલી વાર માનસિક બિમારી વિશે જાણવા મળ્યુ. રિયા અને સુશાંત ઓક્ટોબર 2019માં ઈટલીના એક 600 વર્ષ જૂની હેરિટેજ હોટલમાં રોકાયા હતા. રિયાએ પહેલી વાર આ હોટલમાં સુશાંતનો અસામાન્ય વ્યવહાર જોયો. સુશાંતના પરિવારનુ કહેવુ છે કે સુશાંત ખુદ આટલા ખર્ચાથી પરેશાન રહેવા લાગ્યો હતો. સમાચાર છે કે સુશાંતે પોતાના મેનેજરને આની તપાસ કરવા માટે પણ કહ્યુ હતુ. ઈડીની માહિતી મળી છે કે ગયા વર્ષની શરૂઆતમાં સુશાંતના અકાઉન્ટમાં 15 કરોડ હતા જેનાથી ટેક્સ, ટ્રાવેલ અને બાકી વસ્તુઓની પેમેન્ટ્સ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર સુશાંતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રિયા કરતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X