For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વકીલનો ખુલાસોઃ સુશાંતના પરિવારે ફેબ્રુઆરીમાં જ રિયા સામે કરી હતી ફરિયાદ

સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવી ત્યારથી આ કેસમાં સતત ખુલાસા થતા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂના મોત બાદ તેમનો પરિવાર મીડિયાથી દૂર રહેતો હતો અને પછી અચાનક મંગળવારે તેમના પિતા કે કે સિંહે પટનામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવી ત્યારથી આ કેસમાં સતત ખુલાસા થતા જઈ રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે સુશાંતના પરિવારને ચાર મહિના પહેલા કોઈ અનહોનીની શંકા હતી જેના કારણે તેમણે મુંબઈ પોલિસને આ કેસની ફરિયાદ પણ કરી હતી.

'રિયાના કંટ્રોલમાં હતા સુશાંત'

'રિયાના કંટ્રોલમાં હતા સુશાંત'

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર સુશાંતના પરિવારે 25 ફેબ્રુઆરીએ બાંદ્રા પોલિસને રિયા વિશે એક ફરિયાદ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સુશાંત સારી સંગતમાં નથી અને તેને રિયાથી જોખમ છે. આ વાતનો ખુલાસો સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહે કર્યો. વિકાસે જણાવ્યુ કે એ વખતે સુશાંત સંપૂર્ણપણે રિયાના કંટ્રોલમાં હતા. તેમનો પરિવાર ઈચ્છતો હતો કે કેસમાં જલ્દી કાર્યવાહી થાય પરંતુ પોલિસે કોઈ પગલાં લીધા નહિ.

સીએમના નિર્દેશ પર એફઆઈઆર

સીએમના નિર્દેશ પર એફઆઈઆર

વિકાસ સિંહના જણાવ્યા મુજબ બિહાર પોલિસ આ મામલે કેસ નોંધવા માટે તૈયાર નહોતી. તેમણે સ્પષ્ટ કહી દીધુ હતુ કે આમાં હાઈ પ્રોફાઈલ લોકો શામેલ છે જેના કારણે તે એફઆઈઆર નહિ નોંધે. ત્યારબાદ આ મામલે ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે હસ્તક્ષેપ કર્યો ત્યારે કેસ નોંધાયો. તેમના પરિવારે આના માટે સીએમનો આભાર માન્યો. આ કેસમાં બિહારના મંત્રી સંજય ઝાએ પણ સુશાંતના પરિવારની મદદ કરી.

રિયાની ધરપકડની માંગ

રિયાની ધરપકડની માંગ

વિકાસના જણાવ્યા મુજબ રિયા ઈચ્છતી હતી કે સુશાંત પોતાના પરિવારથી દૂર રહે. આના માટે તે સુશાંતને પરિવાર સાથે વાત કરવા દેતી નહોતી. હવે સુશાંતનો પરિવાર વહેલી તકે રિયાની ધરપકડ ઈચ્છે છે. તેમના જણાવ્યા મુજબ રિયાની ધરપકડ થતા જ આ કેસમાં ઘણી કડીઓ ઉકેલાશે. તેમણે મુંબઈ પોલિસની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. વિકાસે કહ્યુ કે મુંબઈ પોલિસ બીજી દિશામાં તપાસ કરી રહી છે, તે એવા લોકોની પાછળ જઈ રહ્યા છે જે આ કેસમાં સીધા જોડાયેલા નથી. તે રિયા સાથે જોડાયેલી તપાસ નથી કરી રહ્યા જેના કારણે બિહાર પોલિસ પાસે જવુ પડ્યુ.

પિતાએ પણ લગાવ્યા ગંભીર આરોપ

પિતાએ પણ લગાવ્યા ગંભીર આરોપ

વળી, બીજી તરફ કે કે સિંહનો આરોપ છે કે રિયા ચક્રવર્તીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને બ્લેકમેલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ, તે તેની પાસે ઘણી વસ્તુઓ ડિમાન્ડ કરવા લાગી હતી. જ્યારે રિયાના મન મુજબ વસ્તુઓ નહોતી થતી તો તે સુશાંતનો મેડિકલ રિપોર્ટ સાર્વજનિક કરવાની વાત કહેતી હતી. રિયા તેને ધમકી આપતી હતી કે જો તે તેને ધમકી આપતી હતી કે જો તેની વાત નહિ માને તો તે બધાની કહી દેશે કે સુશાંત પાગલ છે. તેણે કહ્યુ કે રિયા સુશાંત પર લાંબા સમયથી દબાણ કરી હતી કે સુશાંતને એ જ કરવુ પડશે જ્યાં રિયાને પણ કામ મળશે. કે કે સિંહના જણાવ્યા મુજબ સુશાંતની ત્રણ કંપનીઓમાં રિયા ડાયરેક્ટર છે.

પશ્ચિમ બંગાળઃ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી શબ ઝાડ પર લટકાવ્યુ, BJPએ TMC પર લગાવ્યો આરોપપશ્ચિમ બંગાળઃ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી શબ ઝાડ પર લટકાવ્યુ, BJPએ TMC પર લગાવ્યો આરોપ

English summary
Sushant family Complained against Rhea Chakraborty in february
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X