For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતના પરિવારે રિયા પર લગાવ્યા ગંભીર આરોપ, CAએ મોટી રકમ વિશે કર્યા આ ખુલાસા

સુશાંતના પિતાનો આરોપ છે કે રિયાએ તેમના દીકરાના અકાઉન્ટથી મોટી રકમ કાઢી છે. હવે CAએ મોટી રકમ વિશે ખુલાસા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને દોઢ મહિનો થઈ ગયો છે અને મુંબઈ પોલિસની તપાસ ચાલુ છે. જો કે મુંબઈ પોલિસના હાથ હજુ પણ ખાલી છે. આ દરમિયાન અભિનેતાના પરિવારે પટનામાં રિયા ચક્રવર્તી અને અમુક અન્ય લોકો સામે સુશાંતને સુસાઈડ માટે મજબૂર કરવા અને છેતરપિંડ કરવા સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ એફઆઈઆર બાદ પટના પોલિસની ટીમ તપાસ માટે મુંબઈ પહોંચી છે. ત્યારબાદથી કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

CAએ શું કહ્યુ?

CAએ શું કહ્યુ?

સુશાંતના પિતાનો આરોપ છે કે રિયાએ તેમના દીકરાના અકાઉન્ટથી મોટી રકમ કાઢી છે. વળી, હવે સુશાંતના સીએ સંદીપ શ્રીધરે આ બધી વાતોને ખોટી ગણાવી છે. તેમણે કહ્યુ કે રિયાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નથી થયા. CAએ કહ્યુ કે સુશાંતનુ બેંક બેલેન્સ વધુ નહોતુ અને ના રિયાના અકાઉન્ટમાં કોઈ મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમણે એ પણ કહ્યુ કે એક વાર રિયાની માએ તેમને 33,000 રૂપિયા આપ્યા હતા. સુશાંત મોટેભાગે પૈસા ખરીદી કે પછી ભાડુ, ટ્રાવેલ અને અન્ય વસ્તુઓ પર ખર્ચ કરતા હતા. સીએ અનુસાર સુશાંતની સંપત્તિ જેટલી બતાવવામાં આવી રહી છે એટલી નથી. તેમની કમાણી ગયા વર્ષથી ઓછી થઈ ગઈ હતી.

ઘણા લોકોની થઈ પૂછપરછ

ઘણા લોકોની થઈ પૂછપરછ

તમને જણાવી દઈએ કે મુંબઈ પહોંચ્યા બાદ બિહાર પોલિસે સુશાંતની નજીક રહેલા લોકોની પૂછપરછ કરી છે. અત્યાર સુધી બેંક મેનેજર ઉપરાંત તેમના કુક, બહેન અને પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પણ પૂછપરછ કરવામાં આવી છે. વળી, રિયાએ આ એફઆઈઆરને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રિયાની અરજીને પડકારીને સુશાંતના પરિવાર અને બિહાર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. તેમનુ કહેવુ છે કે સુશાંતના પરિવારને સાંભળ્યા વિના રિયાની અરજીને ન સાંભળવામાં આવે.

ગયા મહિને થયુ હતુ સુશાંતનુ નિધન

ગયા મહિને થયુ હતુ સુશાંતનુ નિધન

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ગયા મહિને 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી જેનાથી મોતની પાછળનુ કારણ જાણી શકાય. મુંબઈ પોલિસ અત્યાર સુધી 40થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે પરંતુ પોલિસના હાથે હજુ સુધી કંઈ લાગ્યુ નથી જેને સનસનીખેજ કહી શકાય. આ સાથે જ પ્રાથમિક તપાસ, વિસરા રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે કે સુશાંતનુ મોત દમ ઘૂટવાથી થયુ છે. પોલિસ તેને આત્મહત્યાનો કેસ માની રહી છે પરંતુ સુશાંતના ફેન્સ સાથે સાથે ઘણા અન્ય સેલિબ્રિટીનુ કહેવુ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે.

130 કિલોના બકરાની કુરબાની આપશે પરિવાર, કહ્યુ - કોરોનાથી મુક્તિ અપાવશે અલ્લાહ130 કિલોના બકરાની કુરબાની આપશે પરિવાર, કહ્યુ - કોરોનાથી મુક્તિ અપાવશે અલ્લાહ

English summary
Sushant singh case: CA denies that rhea chakraborty siphoning 15 crore from bank account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X