સુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીજાજી ઓપી સિંહનુ કહેવુ છે કે તેમને આ ગુનામાં કોઈ ગરબડની શંકા છે.

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીજાજી ઓપી સિંહનુ કહેવુ છે કે તેમને આ ગુનામાં કોઈ ગરબડની શંકા છે. તેમણે ઘટનાની ઉંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. ઓપી સિંહ હરિયાણા પોલિસમાં અધિક પોલિસ કમિશ્નર છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશિયલ ઓફિસર તરીકે તૈનાત છે. આ પહેલા જન અધિકારી પાર્ટીના પ્રમુખ પપ્પૂ યાદવે પણ સમગ્ર મામલાની તપાસની માંગ કરી હતી. સાથે જ તેમણે કહ્યુ કે તેમને ષડયંત્ર જણાવી રહ્યુ છે.

પપ્પુ યાદવે પણ કરી તપાસની માંગ

પપ્પુ યાદવે પણ કરી તપાસની માંગ

પપ્પુ યાદવે કહ્યુ, 'મને ક્યાંકને ક્યાંક મોટુ ષડયંત્ર લાગી રહ્યુ છે, સુશાંત આત્મહત્યા ન કરી શકે. બિહાર માટે આનાથી મોટી કોઈ ક્ષતિ હોઈ ન શકે. આની આખી સીબીઆઈ તપાસ થવી જોઈએ.' સુશાંત સિંહની બહેન ચંદીગઢમાં રહે છે. રાજ્યના અધિકારીઓનુ કહેવુ છે કે સિંહને જેવી સુશાંતના નિધન વિશે જાણવા મળ્યુ તો તરત જ તે મુંબઈ માટે રવાના થઈ ગયા. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતનુ શબ રવિવારે તેમના ઘરે મળ્યુ હતુ. તે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. અહીં તેમણે આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતા.

હરિયાણાના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ

હરિયાણાના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ

હરિયાણાના મુખ્યમંત્રીને સુશાંત વિશે માહિતી મળ્યા બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સ્તબ્ધ કરનાર છે. તે એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા હતા જેમણે પોતાના દમદાર અભિનયના બળે લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી. ઈશ્વર તેમના પરિવારજનો તેમજ પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે.' સુશાંતના નિધનની વાત સાંભળીને તેમના ફેન્સથી લઈને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઓ પણ દુઃખ પ્રગટ કર્યુ. જો કે સુશાંતે આ પગલુ કેમ લીધુ તેનુ અસલી કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથીિ અને તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.

સુશાંતની ટીમે શેર કર્યો મેસેજ

સુશાંતની ટીમે શેર કર્યો મેસેજ

સોશિયલ મીડિયા પર બૉલિવુડ સેલેબ્ઝ સુશાંતને યાદ કરી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી રહ્યા છે. સુશાંતના નિધન બાદ એક વાર ફરીથી ડિપ્રેશન અંગે સેલેબ્ઝ પોતાનુ મંતવ્ય જણાવી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આવી સ્થિતિમાં પોતાના દોસ્તો અને પરિવાર સાથે વાત કરો. સુશાંતની ટીમે એક મેસેજ શેર કરીને કહ્યુ, 'અમને એ કહેતા દુઃખ થઈ રહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. અમે તેમના ફેન્સને આગ્રહ કરીએ છીએ કે સુશાંતની પોતાના વિચારોમાં રાખો, તેમના કામ અને જીવનને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ દુઃખની ઘડીમાં પ્રાઈવસીને જાળવી રાખવામાં અમારી મદદ કરો.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X