'ગાયોને બળજબરીથી ગર્ભવતી કરાવીને તેમને...', બકરીઈદ પર સ્વરા ભાસ્કરે કોના પર કર્યો કટાક્ષ? મચ્યો હોબાળો

Swara Bhasker On Vegetarian: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર દરેક મુદ્દા પર પોતાનો ખુલીને અભિપ્રાય આપે છે. જેના કારણે તે અવારનવાર ટ્રોલર્સનો શિકાર બને છે. હવે તાજેતરમાં, બકરીદના અવસર પર, અભિનેત્રીએ શાકાહારી ફૂડ વ્લોગર્સ પર નિશાન સાધ્યું છે.

આજે દેશભરમાં તમામ મુસ્લિમ પરિવારો ઉત્સાહભેર બકરીદની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર ઘણા બૉલિવૂડ સેલેબ્સ પણ તેમના ફેન્સને અભિનંદન આપી રહ્યા છે. પરંતુ આવી સ્થિતિમાં બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે એક એવું ટ્વીટ કર્યું જેના કારણે ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

swara bhaskar

વાસ્તવમાં, નલિની ઉનાગર નામના ફૂડ વ્લોગરે એક પોસ્ટ શેર કરી હતી જેમાં ભોજનની થાળી શણગારેલી જોવા મળી હતી. વ્લોગરે આ પોસ્ટના કેપ્શન પર લખ્યું, 'મને શાકાહારી હોવા પર ગર્વ છે. મારી થાળી આંસુ, ક્રૂરતા અને પાપથી મુક્ત છે. જે બાદ સ્વરા ભાસ્કરે આ પોસ્ટ શેર કરીને શાકાહારી લોકોને નિશાન બનાવ્યા છે.

સ્વરા ભાસ્કરે પોસ્ટને ફરીથી શેર કરીને લખ્યું, 'સાચું કહું... મને શાકાહારી લોકો વિશે કંઈ સમજાતું નથી. તમારુ આખુ ભોજન ગાયના વાછરડાઓને તેમની માતાના દૂધથી વંચિત રાખીને, ગાયોને બળજબરીથી ગર્ભાધાન કરીને, પછી તેમને તેમના બાળકોથી અલગ કરીને અને તેમના દૂધની ચોરી કરીને આવે છે. આ સિવાય તમે મૂળવાળી શાકભાજી ખાઓ છો, જે આખા છોડને નષ્ટ કરી દે છે. રીલેક્સ કરો તો સારું રહેશે કારણ કે આજે બકરીદ છે.

હવે સ્વરા ભાસ્કરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પછી એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'એનો અર્થ એ છે કે તમે બકરીદમાં ઘણા પ્રાણીઓને મારીને આને યોગ્ય ઠેરવી રહ્યા છો.' એક યુઝરે લખ્યું કે, 'જો તમે અભિનેત્રી છો તો સારું રહેશે કે તમે ખોટાને ખોટું કહેતા શીખો.' અન્ય એક યુઝરે લખ્યું, 'તમારા દૃષ્ટિકોણથી, પ્રાણીઓને મારવા અને તેમને ખાવા યોગ્ય છે અને આમાં કોઈ વાંધો નથી.' લોકો આવી કમેન્ટ કરીને સ્વરા ભાસ્કરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X