સ્વરા ભાસ્કર લગ્નના રિસેપ્શનમાં છૂપાવી રહી હતી પેટ, શું લગ્ન પહેલા જ થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ? જાણો સચ્ચાઈ
Swara Bhasker Pregnancy: બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. થોડા કલાકો પહેલા જ અભિનેત્રીએ આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. લગ્નના ત્રણ મહિના પછી સ્વરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં તે બેબી બંપ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.
સ્વરા ભાસ્કરે તેના લૉંગ ટર્મ બૉયફ્રેન્ડ અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે 2023ની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. 16 જાન્યુઆરીએ અભિનેત્રીએ કોર્ટીના લગ્નની તસવીર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. લગ્ન પછી, કપલે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી, જેમાં રાજકીય નેતાઓથી લઈને બૉલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

કોર્ટ મેરેજ બાદ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જેમાં તે કોર્ટ મેરેજ બાદ મીડિયા સાથે વાતચીત કરતી જોવા મળી હતી. જ્યારે રિપોર્ટર કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપે છે, ત્યારે ફહાદ કહે છે, "અભી શાદી માર્ચ મે હોની હૈ સર." તરત જ, સ્વરા કહે છે, "પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત."
સ્વરા ભાસ્કરે વીડિયોમાં સૌથી વધુ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી વારંવાર સાડી વડે પેટ ઢાંકતી જોવા મળી હતી. આ જોયા પછી નેટીઝન્સ અનુમાન લગાવવા લાગ્યા કે સ્વરા ભાસ્કર પ્રેગ્નન્ટ છે. તે જ સમયે, કેટલાક ચાહકોએ દાવો કરવાનું શરૂ કર્યુ કે પ્રેગ્નન્સીને કારણે અભિનેત્રીએ ઉતાવળમાં લગ્ન કરી લીધા. જો કે આ વીડિયોના કારણે તે ઘણી ટ્રોલ પણ થઈ હતી.
લગ્નના ત્રણ મહિના પછી, 6 જૂને સ્વરા ભાસ્કરે બેબી બમ્પની તસવીર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. તસવીરો શેર કરતી વખતે તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. સ્વરા ભાસ્કર લખે છે, "ક્યારેક તમને એક સાથે અનેક આશીર્વાદોનું પરિણામ મળે છે. હું ખુશ, ધન્ય અને ઉત્સાહિત છું, સાથે સાથે અનિશ્ચિત છું કે હવે શું કરવું કારણ કે અમે હવે એક નવી દુનિયામાં પગ મુકી રહ્યા છીએ."
હવે આ તસવીરો જોયા પછી, યુઝર્સે ફરી એક વાર દાવો કરવાનું શરૂ કરી દીધુ છે કે તે પહેલેથી જ ગર્ભવતી હતી, જોકે આમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે હજુ સુધી કપલ તરફથી કોઈ નિવેદન નથી.












Click it and Unblock the Notifications
