તાપસી પન્નુનો લેટેસ્ટ બીચ લૂક છે સુપરહોટ!

Written By:
Subscribe to Oneindia News

તાપસી પન્નુ હાલ પોતાની આગામી કોમેડી ફિલ્મ 'જુડવા 2'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં જોવા મળશે, સાથે જ તાપસી અને જેકલિન ફર્નાન્ડિસ મુખ્ય પાત્રોમાં જોવા મળનાર છે. શનિવારે જ તાપસીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર બીચ વેરમાં એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

આ તસવીરને સુંદર કેપ્શન આપતાં તાપસીએ લખ્યું છે, તમે હંમેશા સમુદ્રનો ભાગ બની શકો છો, પરંતુ તેમાં ઉઠતાં મોજા બનાવવાની ક્ષમતાને આધારે તમારું ખરું મૂલ્યાંકન થાય છે. એને આધારે જ તમે અન્યોથી અલગ તરી આવો છો. #ScheduleWrap #Judwaa2

ખાસ વાત

ખાસ વાત

તમને ખબર જ છે કે, ડેવિડ ધવનની ફિલ્મ 'જુડવા 2' વર્ષ 1997માં આવેલ ફિલ્મની સિક્વલ છે અને આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો ભજવતા જોવા મળશે અને તે પણ ડબલ રોલમાં. લોકો આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે.

તાપસીની સૌથી અલગ ફિલ્મ

તાપસીની સૌથી અલગ ફિલ્મ

તાપસી અત્યાર સુધી બોલિવૂડમાં 'પિંક', 'બેબી' અને 'નામ શબાના' જેવી ફિલ્મોમાં ફિઅર-લેસ વુમનના રોલમાં જોવા મળી છે અને તેણે પોતાના કામથી દર્શકોના મન પણ જીત્યા છે. 'જુડવા 2' બોલિવૂડની તાપસીની પ્રથમ બિગ બજેટ એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. આ પહેલાં તે 'રનિંગ શાદી' નામની રોમ-કોમમાં જોવા મળી હીત, પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી નહોતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને ધીરજ શીખવી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને ધીરજ શીખવી

પોતાના આઇએએનએસ સાથેના રિસન્ટ ઇન્ટરવ્યુમાં તાપસીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને એક વ્યક્તિ તરીકે ઘણી બદલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારા અનેક પરિવર્તનો આવ્યા છે. હું ખૂબ ઇમ્પલસિવ અને શોર્ટ ટેમ્પર્ડ હતી, પરંતુ હવે હું ખાસી બદલાઇ ગઇ છું. મારામાં થોડી ધીરજ આવી છે. હું ઘણી નકામી વાતો સહન કરી શકું છું.

હું રિસ્ક લેવાથી ડરતી હતી

હું રિસ્ક લેવાથી ડરતી હતી

'પહેલા હું રિસ્ક લેવાથી ડરતી હતી, મારા કામો હંમેશા પ્લાન્ડ રહેતા અને એ સિવાયનું હું કશું કરવાતી ડરતી. પરંતુ હવે હું મારું વલણ બદલાયું છે. હું Never say Neverમાં માનતી થઇ છું. હું વધુ એક્સપરિમેન્ટલ થઇ છું.'

'જુડવા 2' અંગે ઉત્સાહિત

'જુડવા 2' અંગે ઉત્સાહિત

આ ફિલ્મ અંગે વાત કરતાં તપાસીએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં લોકો મને બિલકુલ અલગ અવતારમાં જોશે અને તેમને ખ્યાલ આવશે કે, અત્યાર સુધીમાં મેં કરેલ કામ કરતાં કંઇક સાવ અલગ કરવામાં પણ હું સક્ષમ છું.

હિંદી ઓડિયન્સે મને આ રૂપમાં જોઇ નથી

હિંદી ઓડિયન્સે મને આ રૂપમાં જોઇ નથી

'મારી હિંદી ઓડિયન્સે મને હજુ ગ્લેમરસ અવતારમાં જોઇ નથી. આથી ફિલ્મમાં મને જોયા બાદ લોકો કેવું રિએક્શન આપે છે એ જાણવા માટે હું અતિ-ઉત્સાહિત છું. જો કે, આ ફિલ્મ મેં માત્ર એના માટે નથી કરી. એક એક્ટર તરીકે પણ આ જરૂરી હતું. એક જ પ્રકારના રોલ કરીને એક્ટર્સ થાકી જતા હોય છે.'

અલગ જોનર્સ અને રોલ ટ્રાય કરવા માંગુ છું

અલગ જોનર્સ અને રોલ ટ્રાય કરવા માંગુ છું

'હું ખરેખર જુદા-જુદા જોનર્સ અને રોલ ટ્રાય કરવા માંગું છું. જેથી એક એક્ટર તરીકે હું રિફ્રેશ થઇ શકું અને મારા વ્યક્તિત્વના અલગ-અલગ પાસાને ઓળખી શકું.' શું તાપસી 'જુડવા 2' પછી પણ આ પ્રકારની એક્શન-કોમેડી ફિલ્મોમાં જોવા મળશે? આના જવાબમાં તેણે કહ્યું હતું કે, હાલ હું ફરી પાછી એ જ હાર્ડ-હિટિંગ જોનર પર કામ કરી રહી છું, જેમાં તમે મને અગાઉ જોઇ છે. હું ખરેખર કંઇક મહત્વપૂર્ણ અને હાર્ડ-હિટિંગ કરવા માંગુ છું અને મારા એ કામને કારણે જ અહીં મને આ ઇમેજ મળી છે.

English summary
Taapsee Pannu’s latest beach picture from the sets of Judwaa 2 is the coolest thing you’ll see this Weekend. She looks stunning in her swimwear.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.