Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તાહિરા કશ્યપે પતિ આયુષ્માન ખુરાના સાથેના પોતાના સંબંધ વિશે કર્યો મોટો ખુલાસો

કેન્સર સામે લડી રહેલી ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પોતાના સંબંધ વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

કેન્સર સામે લડી રહેલી ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પોતાના સંબંધ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. 'ફિલ્મ કમ્પેનિયન' ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તાહિરાએ જણાવ્યુ કે તેમના પતિ આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ વિક્કી ડોનર દરમિયાન એ બંને પોતાના સંબંધોમાં એક ખૂબ જ કડવા અનુભવમાંથી પસાર થયા હતા. તમને જણાવી દઈએ કે તાહિરા કશ્યપ હાલમાં કેન્સર સામે લડી રહી છે. હાલમાં જ તેમણે વર્લ્ડ કેન્સર ડે પર પોતાની બૉડીની બેક સાઈડનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમની સર્જરીનું નિશાન દેખાતુ હતુ. હવે તાહિરાએ ફિલ્મ વિક્કી ડોનર દરમિયાન તેમના પતિ સાથે પોતાના તાલમેલ અંગે વાત કરી છે.

‘એ વખતે અમે બંને જ મેચ્યોર નહોતા'

‘એ વખતે અમે બંને જ મેચ્યોર નહોતા'

ઈન્ટરવ્યુમાં તાહિરાએ જણાવ્યુ, ‘જે સમયે આયુષ્માન વિક્કી ડોનર ફિલ્મ કરી રહ્યા હતા તે વખતે હું ગર્ભવતી હતી અને મારા મનમાં અસુરક્ષાની ભાવના ભરાઈ ગઈ હતી. એ સમય અમારા બંને માટે સૌથી ખરાબ હતો. મને લાગે છે કે એ સમયે અમે બંને જ મેચ્યોર નહોતા. આયુષ્માન એટલા મેચ્યોર નહોતા કે તે મારો હાથ પકડે અને મને કહેતા કે બધુ ઠીક છે. ખાસ કરીને એ સમયે જ્યારે હું ગર્ભવતી હતી અને પોતાના હોર્મોનના કારણે પરેશાન હતી. બરાબર એ જ રીતે મારી અંદર પણ એટલી મેચ્યોરિટી નહોતી કે આ બધી વસ્તુઓને સામાન્ય રીતે લેતી અને એ વાત સમજતી કે આ બધુ વીતી જશે. એ સમયે અમારા બંનેમાંથી કોઈએ મેચ્યોરિટી ન બતાવી.'

‘આયુષ્માન જાણતા હતા કે હું ખરાબ છોકરી નથી'

‘આયુષ્માન જાણતા હતા કે હું ખરાબ છોકરી નથી'

તાહિરાએ જણાવ્યુ કે, ‘હું એક બિન ફિલ્મી બેકગ્રાઉન્ડથી મુંબઈ આવી હતી એટલા માટે મને એક અભિનેતાની પત્ની તરીકે પોતાને એડજસ્ટ કરવામાં સમય લાગ્યો. તમારા દિમાગમાં એ વાત હોય કે તમારા પતિને ચારે તરફથી સુંદર મહિલાઓએ ઘેરેલા છે અને તમે એ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા તો તમારી અંદર પોતાની આસપાસ થઈ રહેલી આ બધી વસ્તુઓને હેન્ડલ કરવા માટેની મેચ્યોરિટી નથી હોતી. ભગવાનનો પાડ માનુ કે લગ્ન પહેલા લગભગ 9-10 વર્ષોથી અમે એકબીજાને જાણતા હતા કારણકે... હું જાણતી હતી કે તે ખરાબ વ્યક્તિ નથી અને આયુષ્માન જાણતા હતા કે હું ખરાબ છોકરી નથી. અને કદાચ... આ જ વિચારે અમારા બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સાથ જળવાઈ રહ્યો.'

સ્તન કેન્સર સામે લડી રહી છે તાહિરા

સ્તન કેન્સર સામે લડી રહી છે તાહિરા

ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તાહિરા કશ્યપ અને આયુષ્માન ખુરાનાએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તાહિરા અને આયુષ્માનને એક પુત્ર વિરાજવીર અને એક પુત્રી વરુષ્કા છે. મુંબઈમાં એક ટીચર તરીકે પોતાની કેરિયર શરૂ કરનારી તાહિરાએ જણાવ્યુ કે તે હંમેશાથી એક ફિલ્મ નિર્માતા બનવા ઈચ્છતી હતી. વર્ષ 2017માં તેમણે શોર્ટ ફિલ્મ ‘ટૉફી' સાથે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી જેની ઘણી પ્રશંસા કરવામાં આવી. તાહિરા વહેલી તકે પોતાની વધુ એક ફિલ્મ પર કામ શરૂ કરશે. જેમાં આયુષ્માન પણ તેમની સાથે કામ કરશે. તાહિરા સ્તન કેન્સર સામે લડી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણીવાર કેન્સર અંગે પ્રેરણાદાયી પોસ્ટ શેર કરતી રહે છે.

‘પોતાના બધા ડાઘ ગળે લગાવુ છુ'

‘પોતાના બધા ડાઘ ગળે લગાવુ છુ'

હાલમાં જ તાહિરા કશ્યપે વર્લ્ડ કેન્સર ડે પર પોતાના બોલ્ડ ફોટા સાથે એક પોસ્ટ લખી હતી. તાહિરાએ લખ્યુ, ‘વર્લ્ડ કેન્સર ડે, આ મારો દિવસ છે. તમને સૌને અભિનંદન. આશા રાખુ છુ કે તમે લોકો આ દિવસને કંઈક એવી રીતે ઉજવો જે કેન્સર અંગે લોકોમાં રહેલા ભય (અંધવિશ્વાસ) ને મિટાવી દે. હું વાસ્તવમાં પોતાના બધા ડાઘને ગળે લગાવુ છુ કારણકે તે મારા સમ્માનના બેઝ છે. ખબર નહિ ઘણી વાર લાઈફમાં એવુ થાય છે કે આપણે થોડા પાછળ જતા રહીએ છીએ પરંતુ જરૂર એ વાતની છે કે આપણે એક પગલુ કે કમસે કમ અડધુ પગલુ પણ આગળ તો વધીએ. આ ફોટો મે તમારી સાથે એટલા માટે શેર કર્યો કારણકે હું આ બિમારી સામે લડવાની હિંમત બતાવી શકુ. મારો હેતુ આ બિમારીને સેલિબ્રેટ કરવાનો નહિ પરંતુ તે શક્તિને બતાવવાનો છે જેને મે અનુભવી છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X