તલાશમાં આમિર ખાનના રાની અને કરીના સાથે ઉત્તેજક દ્રશ્યો

ફિલ્મ તલાશમાં આમિર ખાન ફરી વાર નવા લૂકમાં જોવા મળશે. ફિલ્મમાં તેઓ એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે રાની મુખરજી અને કરીના કપૂર પણ છે. રાની આમિર ખાનની પત્ની છે જ્યારે કરીના કપૂર એક કૉલ ગર્લની ભૂમિકામાં છે. ફિલ્મના જાહેર થયેલા વિડિયોમાં આમિર ખાને રાની મુખરજી અને કરીના કપૂર બંને સાથે ઉત્કટ પ્રણય દ્રશ્યો આપ્યા છે.
આમ પણ આમિર ખાનની ફિલ્મોમાં કિસિંગ સીન હોય છે જેને દર્શકો પસંદ કરે છે. જો કે આ વખતે તેમના ચાહકો તેમને પરદા પર પ્રથમવાર ઉત્કટ પ્રણય દ્રશ્યો ભજવતા જોઇ શકશે. ફિલ્મનો વિડિયો ખૂબ મસાલેદાર છે.
બની શકે કે આમિર ખાન પર ફિલ્મ દિલ્હી બેલીની અસર રહી હોય તેમ બની શકે. એટલે જ આમિર ખાને આટલા બોલ્ડ સીન આપ્યા છે. હાલમાં ફિલ્મ તલાશના વિડિયોએ ઇન્ટરનેટ પર લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ફિલ્મ થિયેટરમાં કેટલી ભીડ એકઠી કરી શકે છે તે આગામી સમય બતાવશે.












Click it and Unblock the Notifications
