For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પેટા માટે પરી બની તનિષ્ઠા : પ્રાણીઓ ‘વેચાતા’ ન હોય!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 માર્ચ : વસ્તુઓ વેચાતી હોઈ શકે. જે જડ પદાર્થો છે તેમની લે-વેચ થાય, તો તેમાં આશ્ચર્ય નથી, પરંતુ જે ચેતન છે એટલે કે જે પ્રાણ લે છે કે જેમાં માણસોનો પણ સમાવેશ થાય છે, તે વેચાતા હોઈ શકે ખરા? પરંતુ શું થાય? આજની દુનિયામાં તો માણસની પણ જ્યાં લે-વેચ થતી હોય, ત્યાં પશુઓની શી બિસાત?

પરંતુ તાજેતરમાં જ ગુલાબ ગૅંગ ફિલ્મમાં નજરે પડેલા અભિનેત્રી તનિષ્ઠા ચૅટર્જીએ લોકોને નિરાશ્રિત કૂતરા-બિલાડીઓને દત્તક લેવાની અપીલ કરી છે. તનિષ્ઠા ચૅટર્જી પશુઓ માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ એનિમલ્સ એટલે કે પેટા ઇન્ડિયાની નવી જાહેરખબરમાં એક પરી બન્યાં છે અને વેલફૅર ફૉર સ્ટ્રે ડૉગ્સ સંસ્થા દ્વારા બચાવવામાં આવેલ એક ક્યૂટ ગલુડિયાને ખોળે લઈ બેઠાં છે. આ તસવીરનું શીર્ષક છે : ‘બી એન એંજલ ફૉર એનિમલ્સ : ઑલવેઝ એડૉપ્ટ, નેવર બાય' એટલે કે પશુઓની રક્ષા કરો, તેમને ખરીદો નહીં, દત્તક લો.

ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

ગુલાબ ગૅંગમાં તનિષ્ઠા

ગુલાબ ગૅંગમાં તનિષ્ઠા

તનિષ્ઠા ચૅટર્જી તાજેતરમાં જ ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે દેખાયા હતાં. ફિલ્મમાં જુહી ચાવલા પણ હતાં.

પેટા માટે પરી

પેટા માટે પરી

તનિષ્ઠા ચૅટર્જી પેટા માટે પરી બન્યાં છે. તેમણે લોકોને પશુઓને ખરીદવાની નહીં, પણ દત્તક લેવાની અપીલ કરી છે.

નિરાશ્રિત પશુઓને મદદની જરૂર

નિરાશ્રિત પશુઓને મદદની જરૂર

તનિષ્ઠાએ પેટા માટે અપાયેલ ઇંટરવ્યૂમાં જણાવ્યું - બેસહારા પશુઓને મદદ અને સારસંભાળની જરૂર છે.

ધરતી સૌની

ધરતી સૌની

તનિષ્ઠા કહે છે - આપણે અનુભવ કર્યો કે આ ધરતી આપણા સૌની છે. આપણે પ્રકૃતિ અને આસપાસની સારસંભાળ કરવી જોઇએ અને રોડ પર ભટકતા પશુઓની મદદ કરવી જોઇએ.

અભિનયમાં વખાણ

અભિનયમાં વખાણ

વર્ષ 2007માં આવેલી બ્રિટિશ ફિલ્મ બ્રિક લેન તથા 2005માં આવેલી દિગ્દર્શક ફ્લોરેન ગૅલનબર્ગરની શૅડોઝ ઑફ ટાઇમ માટે તનિષ્ઠા ચૅટર્જીને બહુ વખાણ મળ્યા હતાં.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ

દેખ ઇન્ડિયા સર્કસ ફિલ્મ માટે તનિષ્ઠા ચૅટર્જીને ન્યૂયૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

English summary
Actress Tannishtha Chatterjee, who was recently seen in Madhuri Dixit-starrer "Gulaab Gang", has urged people to promote the adoption of homeless dogs and cats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X