For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

The Kashmir Files: ઉત્તર પ્રદેશમાં પણ હવે થઈ ટેક્સ ફ્રી, સીએમ યોગીએ કર્યુ એલાન

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વિશે આદેશ જારી કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં આવી ગઈ છે અને આ ફિલ્મને લઈને દેશમાં ભારે હોબાળો મચ્યો છે. વળી,આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને થયેલા હોબાળા વચ્ચે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યો છે.

અત્યાચાર અને સ્થળાંતરની પીડા

અત્યાચાર અને સ્થળાંતરની પીડા

'ધ કાશ્મીર ફાઇલ્સ' 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને સ્થળાંતરની પીડા પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. સાથે જ જે લોકો આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે તેઓ ભાવુક થઈને જ પરત ફરી રહ્યા છે. આ ફિલ્મ બનાવવા બદલ વિવેક અગ્નિહોત્રીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ

ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ

તમને જણાવી દઈએ કે યુપીમાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી. બીજેપી નેતા કેશવ પ્રસાદ મૌર્યએ પણ આ ફિલ્મ જોયા બાદ તેના જોરદાર વખાણ કર્યા અને તેમણે ફિલ્મ જોયા બાદ લોકોને આ ફિલ્મ જોવાની અપીલ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના પર રાજકારણ પણ તેજ થઈ ગયુ છે. એક વર્ગ તેની પ્રશંસા કરી રહ્યો છે તો બીજો વર્ગ આ ફિલ્મની ટીકા પણ કરી રહ્યો છે.

ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી

ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર પ્રદેશ પહેલા આ ફિલ્મ ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત અને હરિયાણાની સરકારોએ કાશ્મીર ફાઇલ ફિલ્મને કરમુક્ત બનાવી છે. એટલુ જ નહિ ગોવા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યો પણ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા પર વિચાર કરી રહ્યા છે.

માત્ર 3 દિવસમાં રેકૉર્ડતોડ કમાણી

માત્ર 3 દિવસમાં રેકૉર્ડતોડ કમાણી

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. ફિલ્મે ત્રણ દિવસમાં 27.15 કરોડની કમાણી કરી લીધી છે. સૌથી વધુ કમાણી મુંબઈ, દિલ્હી અને પૂર્વ પંજાબમાંથી થઈ છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત, આ ફિલ્મ ઝી સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

English summary
'The Kashmir Files' became tax free in Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X