કપિલના જીવનમાં આવી ફિરંગ... છોડશે ‘ધ કપિલ શર્મા શો’

Subscribe to Oneindia News

પહેલા સમાચાર હતા કે કોમેડિયન કપિલ શર્મા એક ઇંડિયન છોકરીને ડેટ કરી રહ્યા છે. પરંતુ સૂત્રો પ્રમાણે કપિલના જીવનમાં કોઇ ફિરંગની એંટ્રી થઇ ચૂકી છે. જેના માટે તે પોતાનો શો 'ધ કપિલ શર્મા શો' પણ છોડી શકે છે.

kapil

તમે કંઇ બીજુ સમજો તે પહેલા તમને જણાવી દઇએ કે ફિરંગ કપિલની નવી ફિલ્મનું નામ છે. જેનું નિર્દેશન રાજીવ ઢિંગરા કરશે. રાજીવ કપિલના બાળપણનો દોસ્ત છે અને આ પહેલા ફિલ્મ લવ પંજાબનું નિર્દેશન કરી ચૂક્યો છે. મજેદાર વાત એ છે કે કપિલ શર્મા આ ફિલ્મના નિર્માતા અને અભિનેતા બંને છે.

ishita

ફિલ્મ ફિરંગમાં કપિલ કોઇ ફિરંગ અભિનેત્રી સાથે નહિ પરંતુ અજય દેવગણની દીકરીની ભૂમિકા નિભાવી ચૂકેલ ઇશિતા દત્તા સાથે દેખાશે. આ ઇશિતા દત્તા દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણની દીકરી અંજુ સલગાંવકરની ભૂમિકામાં દેખાઇ હતી. ફિલ્મનું શૂટિંગ 25 નવેમ્બરથી પંજાબમાં શરુ થશે. ત્યારબાદ રાજસ્થાનમાં શૂટિંગ થશે.

kapil

મળતી માહિતી મુજબ કપિલ પોતાના શો માટે પહેલેથી જ કેટલાક એપિસોડ શૂટ કરી ચૂક્યા છે જેથી તેમને પોતાની ફિલ્મના શૂટિંગમાં કોઇ મુસીબત ના આવે. કપિલે કહ્યું છે કે ડિસેમ્બરના શો ના શૂટિંગ માટે તે જલ્દી પાછો આવશે.

kis kis ko pyara karu


ઉલ્લેખનીય છે કે કપિલે 'કિસ કિસ કો પ્યાર કરુ' ફિલ્મથી ફિલ્મી દુનિયામાં પગરણ માંડ્યા હતા. આ ફિલ્મમાં તેની સામે 4 હિરોઇન હતી. એલી અવરામ, સિમરન કૌર મુંડી, મંજરી ફડનીસ અને સાઇ લોકર. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી.

English summary
The star comedian Kapil Sharma will produce and star in Firang
Please Wait while comments are loading...