For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂતની લટકતી લાશ ઉતારનાર ત્રણેય શખ્સના નિવેદનોમાં હાથી ઘોડાનો ફેર

સુશાંત સિંહ રાજપૂતની લટકતી લાશ ઉતારનાર ત્રણેય શખ્સના નિવેદનોમાં હાથી ઘોડાનો ફેર

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે રિપબ્લિક ટીવીના એક સ્ટિંગ ઓપરેશનમાં સુશાંત સિંહ રાજપૂતની લટકતી લાશને લઈને પણ અલગ અલગ નિવેદન સામે આવી ચૂક્યાં છે. રિપબ્લિક ટીવીએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે વાત કરી જેનું કહેવું છે કે પોલીસે તેને બોલાવ્યો હતો અને મૃતદેહ તેણે જ ઉતાર્યો હતો.

ત્રણ લોકોના નિવેદનમાં ઘણો ફેર

ત્રણ લોકોના નિવેદનમાં ઘણો ફેર

જ્યારે એમ્બ્યુલન્સના માલિકનું કહેવું છે કે સુશાંત સિંહની ડેડ બૉડી પોલીસે ઉતારી હતી. પરંતુ સૌથી દિલચસ્પ નિવેદન છે સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીનું.

રિપબ્લિક ટીવીના રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ પિઠાનીએ એક ચેનલને આપેલ પોતાના ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કહ્યું કે મોત બાદ સુશાંતને સૌથી પહેલા જોનાર શખ્સ તે પોતે જ હતો અને તેણે સુશાંતના દેહને ફંદાથી અલગ કર્યો હતો.

સિદ્ધાર્થે મૃતદેહ ઉતાર્યો

સિદ્ધાર્થે મૃતદેહ ઉતાર્યો

સિદ્ધાર્થ પિઠાનીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે મોત બાદ સુશાંતને સૌથી પહેલા જોનાર શખ્સ તે પોતે જ હતો. તેમણે સુશાંતના એક સંબંધીના કહેવા પર ચાકૂથી ફંદો કાપ્યો અને સુશાંતના શરીરને નીચે ઉતાર્યું હતું.

રાત્રે વાત કરી હતી

રાત્રે વાત કરી હતી

સિદ્ધાર્થ એ માણસ હતો જેની સાથે સુશાંતે છેલ્લીવાર વાર વાત કરી હતી. જે બાદ આગલા દિવસે સવારે 8.30 વાગ્યે સિદ્ધાર્થ નીચે આવ્યો અને ચા પીધી. જે બાદ કુક કેશવે આવીને તેને જણાવ્યું કે સુશાંતે અંદરથી પોતાની રૂમ લોક કરી દીધો છે અને રૂમ ખોલી નથી રહ્યો.

રૂમ ખોલાવવાની કોશિશ

રૂમ ખોલાવવાની કોશિશ

સિદ્ધાર્થ અને કેશવે રૂમ ખોલાવવાની કોશિશ કરી જે બાદ ચાવી બનાવનારને બોલાવવામાં આવ્યો જેને આવવામાં 20 મિનિટ લાગી. ચાબી બની અને રૂમ ખોલવામાં આવ્યો તો સિદ્ધાર્થે જો કું સુશાંત ફંદાથી પંખા પર લટકી રહ્યો હતો.

પોલીસને જાણકારી આપી

પોલીસને જાણકારી આપી

આ વિશે પોલીસને જાણ કરનાર સૌથી પહેલો શખ્સ પણ સિદ્ધાર્થ જ હતો. સિદ્ધાર્થે સુશાંતની રગ ચેક કરી જે ઠંડી પડી ગઈ હતી. આ દરમિયાન સુશાંતના એક સંબંધીના કહેવા પર તેણે લીલા રંગના કપડાનો ફંદો ચાકુથી કાપ્યો અને સુશાંતને નીચે ઉતાર્યો.

એમ્બ્યુલન્સ ડ્રાઈવરની અલગ કહાની

એમ્બ્યુલન્સ ડ્રાઈવરની અલગ કહાની

જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કહેવું છે કે પોલીસે તેને બોલાવ્યો અને તે સુશાંતના અપાર્ટમેન્ટમાં પહોંચ્યો, પછી તેમણે પોલીસ સાથે મળી સુશાંતની બૉડીને નીચે ઉતારી હતી. તેનું કહેવું છે કે લોકો તેને સતત ફોન કરીને પરેશાન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે પણ સુશાંતને માર્યો છે.

દવા આપતા હતા

દવા આપતા હતા

જ્યારે સિદ્ધાર્થ અગાઉ પણ પોતાના કેટલાય નિવેદન પલટી ચૂક્યો છે. તેણે એક ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કહી દીધું હતું કે તે સુશાંતને રાત્રે ટેબલેટ આપતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટેબલેટ કઈ હતો, કેવાની હતી તો તેણે કોઈ જ જાણકારી ના આપી.

રિયાના કહેવા પર દવા

રિયાના કહેવા પર દવા

સિદ્ધાર્થનું કહેવું છે કે તે રિયાના કહેવા પર સુશાંતને દવા આપતો હતો. આ દવાઓ Prescription પર હતી.પરંતુ તેને સુશાંતની દિમાગી હાલત વિશે માલૂમ હોવાની વાતનો તે ઈનકાર કરે છે. તેનું કહેવું છે કે તે સુશાંતની વધુ નજીક નહોતો.

પાર્ટી થઈ હતી

પાર્ટી થઈ હતી

ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ મોતની એક રાત પહેલા સુશાંતના ઘરે એક પાર્ટી થઈ હતી જ્યાં સુશાંતે ઓનલાઈન ગેમ્સ રમી. આ પાર્ટીમાં એક મિનિસ્ટરનો દીકરો પણ હાજર હતો. પરંતુ સિદ્ધાર્થે આવી કોઈપણ પાર્ટી થઈ હોવાનો ઈનકાર કરી દીધો.

બની જ ના શકે

બની જ ના શકે

સુશાંત સિંહ રાજપૂતના એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું કહેવું છે કે સુશાંત જેવો છોકરો આત્મહત્યા કરી લે તે બની જ ના શકે. જો તેણે આવું કર્યું છે તો તેની પાછળ બહુ મોટું કારણ છે જે સામે આવવું જોઈએ.

કેસ ટ્રાન્સફર કેમ નથી થઈ રહ્યો

કેસ ટ્રાન્સફર કેમ નથી થઈ રહ્યો

અંતે સવાલ એજ છે કે અત્યાર સુધી મુંબઈ પોલીસ પર આટલા બધા આરોપો લાગી ચૂક્ય છે તો પણ મુંબઈ પોલીસ પાસેથી કેસ લેવામાં કેમ નથી આવ્યો. આ વાત જ અત્યાર સુધી મુંબઈ પોલીસને શકના ઘેરામાં ઉભી કરે છે. તેમ છતાં આ મામલો સીબીઆઈને સોંપવામાં નથી આવ્યો.

સુશાંતનું સત્ય જણાવવી મારી જવાબદારી, આત્મહત્યા પહેલે સુધી રિયા સાથે વાત થઇઃ થેરપિસ્ટસુશાંતનું સત્ય જણાવવી મારી જવાબદારી, આત્મહત્યા પહેલે સુધી રિયા સાથે વાત થઇઃ થેરપિસ્ટ

English summary
The statement of these three people about Sushant Singh Rajput is very different
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X