આ અભિનેત્રીઓ તેની માં સાથે મા-દિકરી ઓછી અને દોસ્ત વધારે લાગે છે, ફોટો જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો.

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ મોટી ઉમરે પણ સુંદરતામાં તેની પુત્રીઓને ટક્કર મારે છે. આજ આપણે બોલિવૂડની કેટલીક આવી જ મા દિકરીની જોડી વિશે વાત કરવાના છીએ.

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ મોટી ઉમરે પણ સુંદરતામાં તેની પુત્રીઓને ટક્કર મારે છે. આજ આપણે બોલિવૂડની કેટલીક આવી જ મા દિકરીની જોડી વિશે વાત કરવાના છીએ. બોલિવૂડમાં જાણીતી આ માં-દિકરીની જોડી જોઈને કોઈ કહી શકે નહીં કે બન્ને માં-દિકરી છે. આ જોડીએ માં-દિકરી ઓછી અને દોસ્ત વધારે લાગે છે. તેમની વચ્ચેનું બોન્ડિંગ તેમની જોડીને ખાસ બનાવે છે.

ગૌરી ખાન - સુહાના ખાન

ગૌરી ખાન - સુહાના ખાન

બોલિવૂડમાં સૌથી ચર્ચિત સ્ટાર કિડમાંથી એક સુહાના ખાનની ખૂબસુરતીના લાખો લોકો દિવાના છે. સુહાન ખાન પણ તેની માં ગૌરી સાથે જબરદસ્ત બોન્ડિંગ ધરાવે છે. માં-પુત્રીની ફેશનેબલ જોડી એક અલગ ઓળખ ધરાવે છે.

શ્વેતા નંદા - નવ્યા નંદા

શ્વેતા નંદા - નવ્યા નંદા

બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની દિકરી નવ્યા નંદા પણ ફેમસ સ્ટાર કિડમાંથી એક છે. નવ્યાના લાખો ફોલોઅર્સ છે. નવ્યા પણ તેની માં સાથે જોરદાર બોન્ડિંગ ધરાવે છે.

શ્વેતા તિવારી - પલક તિવારી

શ્વેતા તિવારી - પલક તિવારી

ઉભરતી અભિનેત્રી પલક તિવારી તેની માતા શ્વેતા તિવારી સામે ફિક્કી પડે છે. આ માં-દિકરીની જોડી ખૂબસુરતીમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. બન્નેને સાથે જોઈને કોઈ કહી શકે નહીં કે બન્ને માં-દિકરી છે. બન્ને વચ્ચેનું બોન્ડિંગ પણ દોસ્તો જેવુ જ છે.

અમૃતા સિંહ - સારા અલી ખાન

અમૃતા સિંહ - સારા અલી ખાન

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન તેની ક્યૂટ અદાઓ માટે બોલિવૂડમાં ફેમસ છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. અમૃતા સિંહ અને સારા બન્ને ખૂબસુરતીમાં એકબીજાને ટક્કર આપે છે.

રવિના ટંડન - રાશા થડાની

રવિના ટંડન - રાશા થડાની

રવિના ટંડનની પુત્રી રાશા હવે મોટી થઈ ગઈ છે. રવિના ટંડન પણ પુત્રી રાશા સાથે મિત્રની જેમ જ રહે છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. આ જોડી પણ તેની ખૂબસુરતીમાં એકબીજાને ટક્કર આપે છે.

મહિમા ચૌધરી - આરિયાના મુખર્જી

મહિમા ચૌધરી - આરિયાના મુખર્જી

મહિમા ચૌધરી અને તેની પુત્રી આરિયાના મુખર્જીની જોડી અવારનવાર ઈન્ટરનેટ પર તેમની બોન્ડિંગથી લોકોનું ખેંચે છે. બન્ને વચ્ચેનું જબરદસ્ત બોન્ડિંગ તેને ખાસ જોડી બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X