લગ્નના એક-બે મહિનામાં જ માતા બની ગઈ આ બોલિવૂડ અભિનેત્રીઓ, એક તો લગ્ન વગર જ માં બની ગઈ હતી
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા આ દિવસોમાં તેના બીજી વખતના લગ્નને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બન્નેએ ફરીથી લગ્ન કર્યા છે ત્યારે પહેલી વખતના લગ્ન બાદ નતાશા થોડા મહિનાઓમાં જ માતા બની ગઈ હતી.
બોલિવૂડ સ્ટાર તેની બિંદાસ્ત લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. બોલિવૂડ સિતારાઓ તેની લવ લાઈફને ખુલીને એન્જોય કરે છે. ઘણા સ્ટાર લગ્ન વગર જ લીન ઈનમાં રહે છે તો કેટલાક સ્ટાર લગ્ન વગર જ માતા-પિતા બન્યા છે. આજે આપણે બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ જે લગ્નના કેટલાક મહિનાઓમાં જ માં બની ગઈ હતી.

નતાસા સ્ટેનકોવિક
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા આ દિવસોમાં તેના બીજી વખતના લગ્નને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બન્નેએ ફરીથી લગ્ન કર્યા છે ત્યારે પહેલી વખતના લગ્ન બાદ નતાશા થોડા મહિનાઓમાં જ માતા બની ગઈ હતી.

દિયા મિર્ઝા
દિયા મિરઝાએ ફેબ્રુઆરી 2022માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. દિયા મિરઝાના આ બીજા લગ્ન હતા અને ત્યારબાદ એપ્રિલમાં દિયા તેના હનીમૂન માટે માલદીવ ગઈ હતી અને તેણે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરીને ફેન્સને ચૌકાવ્યા હતા.દિયા મે મહિનામાં પુત્રની માતા બની હતી.

લીસા હેડન
એ દિલ હૈ મુશ્કિલ અને ક્વીન જેવી ફિલ્મો કરી ચુકેલી લીઝાએ ઓક્ટોબર 2017માં ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. લીઝા લગ્નના થોડા મહિનાઓમાં પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. હાલ લીસા ત્રણ બાળકોની માતા છે.

આલિયા ભટ્ટ
રણબીર અને આલિયાએ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લઈ ફેન્સને ચોકાવ્યા હતા. જો કે ત્યારબાદ આલિયા પ્રેગનન્ટ હોવાના સમાચાર આવ્યા હતા. એપ્રિલમાં લગ્ન કર્યા બાદ આલિયા નવેમ્બરમાં માતા બની હતી.

કોંકણા સેન
રણવીર સૌરી સાથે રિલેશનશીપમાં રહેલી કોંકણાએ સપ્ટેમ્બર 2010 માં તેની સાથે લગ્ન કર્યા હતા. કોંકણા લગ્ન બાદ 6 મહિના બાજ જ એટલે કે માર્ચ 2011માં માતા બની ગઈ હતી. તે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ હતી.

સારિકા
અભિનેત્રી સારિકા લગ્ન વગર જ માતા બની ગઈ હતી. કમલ હસન સાથે લીવ ઈનમાં રહેતા પ્રેગનન્ટ થઈ હતી અને માતા બની હતી. ત્યારબાદ તેને કમલ હશન સાથે લગ્ન કર્યા હતા.












Click it and Unblock the Notifications
