ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી આ ખૂબસુરત અભિનેત્રીઓનો રાજનીતિ સાથે સીધો નાતો છે!
ઘણા બધા ફિલ્મી સ્ટાર બોલિવૂડમાં સફળતા બાદ રાજનીતિ તરફ આગળ વધ્યા છે. રાજ બબ્બર, જયા બચ્ચન, શત્રુધ્ન સિંહા, અનુપર ખેર અને બંગાળી અભિનેત્રી નુસરત જ્હાં સહિતના બોલિવૂડ સ્ટારનો રાજનીતિ સાથે સીધો સંબંધ છે.
ઘણા બધા ફિલ્મી સ્ટાર બોલિવૂડમાં સફળતા બાદ રાજનીતિ તરફ આગળ વધ્યા છે. રાજ બબ્બર, જયા બચ્ચન, શત્રુધ્ન સિંહા, અનુપર ખેર અને બંગાળી અભિનેત્રી નુસરત જ્હાં સહિતના બોલિવૂડ સ્ટારનો રાજનીતિ સાથે સીધો સંબંધ છે. આજે અમે તમને એવા બોલિવૂડની એ ખૂબસુરત અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ, જેનો રાજનીતિ સાથે સીધો સંબંધ છે.

હેમા માલિની
બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની રાજનીતિના ક્ષેત્રમાં મોડુ નામ છે. અભિનેત્રી ઉત્તર પ્રદેશની મથુરા સીટથી બીજેપી સાંસદ છે. તે આ બેઠક પરથી બે વખત ચૂંટણી જીતી ચૂકી છે.

અર્ચના ગૌતમ
બિગ બોસ 16માં જોવા મળેલી અભિનેત્રી અર્ચના ગૌતમે પણ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. અર્ચના હસ્તિનાપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

મીમી ચક્રવર્તી
બંગાળી ફિલ્મોની અન્ય અભિનેત્રી, મિમી ચક્રવર્તી પણ રાજકારણની દુનિયામાં ખૂબ સક્રિય છે. અભિનેત્રી પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ છે.

કાજલ નિષાદ
અભિનેત્રી કાજલ નિષાદે વર્ષ 2012માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2021માં કાજલ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી. તમને જણાવી દઈએ કે તેણે લોકપ્રિય કોમેડી શો લાપતાગંજમાં કામ કર્યું હતું.

ગુલ પનાગ
અભિનેત્રી ગુલ પનાગ આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. તેમણે વર્ષ 2014માં ચંદીગઢથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

અંગૂરલતા ડેકા
અભિનેત્રી અંગૂરલતા ડેકા ભાજપમાં સક્રિય છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ તે પહેલીવાર વિધાનસભામાં પહોંચી હતી. અંગૂરલતા ડેકાએ ઘણી આસામી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નુસરત જહાં
બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બસીરહાટ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેમણે આ ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી હતી.












Click it and Unblock the Notifications
