પાકિસ્તાનમાં બહુ ભાવ ન પુછાતા બોલિવૂડ આવીને સફળ થઈ આ પાકિસ્તાની અભિનેત્રીઓ, એક તો મોટા શોનો ભાગ રહી ચુકી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો સારા નથી. કાશ્મીર અને આતંકવાદને લઈને બન્ને દેશ વચ્ચે સંબંધો બગડ્યા છે.
મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો સારા નથી. કાશ્મીર અને આતંકવાદને લઈને બન્ને દેશ વચ્ચે સંબંધો બગડ્યા છે. જો કે આ પહેલા બન્ને દેશ વચ્ચે સંબંધો સારા હતા અને બન્ને દેશના કલાકારો એકબીજા દેશમાં કામ કરતા હતા. જોકે હવે ભારતે પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટ બંધ કર્યા બાદ ઘણા ફિલ્મી કલાકારોને પરત ફરવુ પડ્યુ છે. આ બધા વચ્ચે ઘણી પાકિસ્તાની અભિનેત્રીઓ એવી પણ છે જેને બોલિવૂડમાં સફળતા મળી છે.

વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ભારતમાં ખૂબ ચર્ચામાં છે. વીણા મલિક સલમાન ખાનના ટીવી શો બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી છે. વીણાએ બોલિવૂડ ફિલ્મ 'દાલ મેં કુછ કાલા હૈ'માં કામ કર્યું છે.

માવરા હુસૈન
પાકિસ્તાની અભિનેત્રી માવરા હુસૈને 'સનમ તેરી કસમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. લોકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.

સારા લોરેન
પાકિસ્તાની મૂળની અભિનેત્રી સારા લોરેને પાકિસ્તાની ટીવી શોમાં અભિનય બાદ ફિલ્મ 'કજરારે'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે મર્ડર 3માં પણ જોવા મળી હતી.

માહિરા ખાન
માહિરા બોલિવૂડમાં પણ કામ કરી ચુકી છે. તે આતિફ અસલમની ફિલ્મ બોલમાં જોવા મળી હતી.

સલમા આગા
સલમા આગા એક સમયે બોલિવૂડનું જાણીતુ નામ રહી ચુકી છે. તેણે ફિલ્મ 'નિકાહ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

મીરા
મીરા પાકિસ્તાની અભિનેત્રી છે અને તેણે બોલિવૂડમાં ઘણુ કામ કર્યુ છે. મીરાએ 2005માં ફિલ્મ નજરથી નઝરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

હુમૈમા મલિક
પાકિસ્તાની પ્રખ્યાત અભિનેત્રી હુમૈમા મલિકે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઈમરાન હાશ્મીની ફિલ્મ રાજા નટવરલાલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.












Click it and Unblock the Notifications
