પ્રોડ્યૂસરની સેક્સુઅલ ડિમાન્ડને કારણે અભિનેત્રીએ એક્ટિંગ છોડી
બોલિવૂડમાં મી ટુ અભિયાનને ઘણી ખલબલી મચાવી, તેમાં ઘણા મોટા મોટા નામો સામે આવ્યા હતા. જેમની છબી સાફ હતી તેમના પર પણ ગંભીર આરોપો લાગ્યા. ફક્ત બોલિવૂડ જ નહીં પરંતુ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ મી ટુ શરુ થઇ ગયું છે. મલયાલમ અભિનેત્રી કાની કુસુતિ ઘ્વારા ફિલ્મ મેકર્સ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેને આરોપ લગાવ્યો છે કે ફિલ્મને બદલે તેની પાસે સેક્સુઅલ ફેવર માંગવામાં આવી, જેને કારણે તેને એક્ટિંગ છોડી દીધી.
મને પણ કહેવાયું હતું, ડૂંટી નથી દેખાતી પેન્ટ નીચે કરો

અભિનેત્રી પર સેક્સુઅલ ફેવરનો દબાવ
અભિનેત્રી કની કુસુતિએ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ફિલ્મોમાં રોલ આપવાને બદલે, ફિલ્મ નિર્માતાએ તેની પાસે સેક્સુઅલ ફેવરની માંગણી કાંતિ હતી, જેના કારણે તેમને અભિનય છોડી દીધો હતો. ફક્ત એટલું જ નહિ, મેકર્સે તેની માતાને તેને સમજાવવા માટે સંપર્ક કર્યો હતો.

અભિનેત્રીને એક્ટિંગ છોડવી પડી
કાનીએ એવો દાવો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓએ આ માટે તેમની માતાનો પણ સંપર્ક કર્યો છે. તેઓ ઇચ્છે છે કે હું તેમની માગણીઓ કોઈપણ રીતે પૂર્ણ કરીશ. ફિલ્મ નિર્માતાઓ ઘ્વારા તેના માટે દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવ્યો, જેથી આખરે તેને હારીને અભિનય છોડી દેવાનો નિર્ણય લીધો હતો. તેઓએ આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં આમાં ફેરફાર થશે.

કોણ છે કાની કુસુતિ?
આપને જણાવી દઈએ કે કાની કુસુતિએ કોકટેલ અને શિખર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થાય છે. આ ઉપરાંત, તેમણે પિસાસુ અને બર્મામાં નાની ભૂમિકા પણ ભજવી છે. શોર્ટ ફિલ્મ 'મા' માંથી અભિનયના ક્ષેત્રમાં તેને ઓળખ મળી હતી.