For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બોલિવૂડ સ્ટાર ટોપ પર પહોંચીને પણ ન સંભાળી શક્યા સ્ટારડમ, હવે કોઈ ભાવ પણ પુછતુ નથી.

બોલિવૂડની દુનિયા આભાસી દુનિયા છે. અહીં સફળતા માટે જેટલા લોકો આવે છે તેમાંથી બહુ ઓછા લોકો પોતાને સફળ સાબિત કરી શકે છે. ઘણા એવા લોકો પણ છે જે શરૂઆતમાં સફળતાના શિખરો સુધી પહોંચી જાય છે પરંતુ પાછળથી ગુમનામ થઈ જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની દુનિયા આભાસી દુનિયા છે. અહીં સફળતા માટે જેટલા લોકો આવે છે તેમાંથી બહુ ઓછા લોકો પોતાને સફળ સાબિત કરી શકે છે. ઘણા એવા લોકો પણ છે જે શરૂઆતમાં સફળતાના શિખરો સુધી પહોંચી જાય છે પરંતુ પાછળથી ગુમનામ થઈ જાય છે. આજે આપણે બોલિવૂડના એવા જ સ્ટારની વાત કરવાના છીએ જે એક સમયે સફળ હતા પરંતું પોતાનું સ્ટારડમ જાળવવામાં નિષ્ફળ રહ્યા.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલે ફિલ્મ કહો ના પ્યારથી એક્ટિંગ કરિયર શરૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની ખૂબ પ્રસંસા થઈ હતી. ત્યારબાદ તેને ગદરમાં કામ કરીને મોટી લોકપ્રિયતા મેળવી હતી. જો કે તેમ છત્તા પણ તે પોતાનો પગ જમાવી શકી નથી.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

ઈમરાન ખાને વર્ષ 2008માં ફિલ્મ જાને તુ યા જાને નાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેની કારકિર્દીમાં કેટલીક ફિલ્મો કરી પરંતુ તે સફળતા સુધી પહોંચી શક્યો નથી.

લારા દત્તા

લારા દત્તા

એક સમયની મિસ યુનિવર્સ લારા દત્તાએ અંદાઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લારા દત્તા આટલા લાંબા ફિલ્મી કરિયરમાં કંઈ ખાસ કરી શકી નથી.

તુષાર કપૂર

તુષાર કપૂર

બોલિવૂડ સુપરસ્ટાર જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ગોલમાલમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. આમ છતાં તે પગ જમાવી શક્યો નથી.

ફરદીન ખાન

ફરદીન ખાન

એક સમયના બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને 1998માં ફિલ્મ પ્રેમ અગનથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી. જો કે તેમ છતાં ફરદીન ખાન પોતાની કારકિર્દીમાં કંઈ ખાસ કરી શક્યો નથી.

ઝરીન ખાન

ઝરીન ખાન

કેટરિના કૈફની કોપી ગણાતી ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ વીરથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી ઝરીન ખાને કેટલીક અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, હજુ તે સફળ થઈ શકી નથી.

રાહુલ રોય

રાહુલ રોય

રાહુલ રોયે 1990માં બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ અને તેના ગીતો આજે પણ ચર્ચામાં છે. આ સિવાય ઘણી ફિલ્મો કર્યા બાદ પણ તે સફળ થઈ શક્યો નથી.

ઉદય ચોપરા

ઉદય ચોપરા

ઉદય ચોપડાએ વર્ષ 2000માં મોહબ્બતેંથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મથી તેને ઓળખ મળી હતી. તેણે હિટ ધૂમ ફ્રેન્ચાઈઝી સહિત અનેક ફિલ્મો કરી છે. જો કે, ઉદય ચોપરા ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી શક્યો નથી.

ઝાયેદ ખાન

ઝાયેદ ખાન

ઝાયેદ ખાને 2003માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને એક દાયકાથી વધુની તેની કારકિર્દીમાં તેણે મોટાભાગની ફ્લોપ ફિલ્મો રહી છે. આખરે તેણે અભિનયમાંથી બ્રેક લીધો હતો. 2015ની ફિલ્મ મૈં હૂં ના માટે ઝાયેદ ખાનને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

English summary
This Bollywood star could not handle the stardom even after reaching the top
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X