• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋતિક રોશન અને સબા આઝાદની આ રીતે થઈ હતી મુલાકાત, ઘણા મહિનાઓ સુધી છૂપાવીને રાખ્યુ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ સુપર સ્ટાર ઋતિક રોશન હાલમાં ઘણા છવાયેલા છે. હાલમાં જ તેની સાથે સાથે એક મિસ્ટ્રી ગર્લને જોવામાં આવી હતી જેનો હાથ પકડીને ઋતિક રોશન પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. ઋતિક અને મિસ્ટ્રી ગર્લનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. બાદમાં જણાવવામાં આવ્યુ કે ઋતિકનો હાથ પકડનાર ગર્લ બીજુ કોઈ નહિ પરંતુ સબા આઝાદ હતી. એવામાં સવાલ એ છે કે સબાનુ કનેક્શન કેવી રીતે થયુ. આવો, જાણીએ કેવી રીતે થઈ બૉલિવુડના ગ્રીક ગૉડ ઋતિક રોશિની સબા આઝાદ સાથે પહેલી મુલાકાત.

રિલેશનના સમાચારોથી ચર્ચામાં ઋતિક

રિલેશનના સમાચારોથી ચર્ચામાં ઋતિક

વર્ષ 2014માં પોતાની પત્ની સુઝેન ખાનથી અલગ થયેલા ઋતિક એક વાર ફરીથી પોતાના રિલેશન માટે ચર્ચાઓમાં છે. ઋતિક સબા આઝાદ સાથે પોતાના કથિત લિંક-અપ અફવા માટે છવાયેલા છે. બંને ગયા સપ્તાહે મુંબઈની એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા જોવા મળ્યા જે પછી ડેટિંગની અફવાઓ તેજ થઈ ગઈ. હવે બંને કલાકારોને એક નજીકના સૂત્રએ તેમની પહેલી મુલાકાત વિશે અમુક વાતો જણાવી છે.

કોણ છે સબા આઝાદ

કોણ છે સબા આઝાદ

તમને જણાવી દઈએ કે દિલ્લીમાં જન્મેલી 32 વર્ષીય સબા આઝાદ અભિનેત્રી અને મ્યુઝિશિયન છે. સબાએ 2008માં બૉલિવુડ ફિલ્મ 'દિલ કબડ્ડી' સાથે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે 2011માં આવેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે ઘણી ટીવી એડમાં પણ દેખાઈ ચૂકી છે જ્યારે છેલ્લી વાર નેટફ્લિક્સની સીરિઝ 'ફીલ્સ લાઈક ઈશ્ક'માં તેને જોવામાં આવી હતી. તેણે ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.

ઋતિકના 2014માં સુઝેન સાથે થયા ડિવૉર્સ

ઋતિકના 2014માં સુઝેન સાથે થયા ડિવૉર્સ

બીજી તરફ ઋતિકની વાત કરીએ તો તેણે વર્ષ 2000માં સુઝેન સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ 2014માં બંનેના ડિવૉર્સ થઈ ગયા. જો કે, ઋતિક અને સુઝેન બંને એક હેલ્ધી રિલેશન શેર કરે છે. હજુ પણ બંને સારા દોસ્ત છે અને પોતાના બાળકો હરેન અને હિરદાનનો ઉછેર સાથે મળીને કરે છે. ઘણા ખાસ પ્રસંગોએ ઋતિક પોતાની એક્સ વાઈફ સાથે દેખાય છે.

આ રીતે ઋતિક અને સબાનો કૉન્ટેક્ટ

આ રીતે ઋતિક અને સબાનો કૉન્ટેક્ટ

ઋતિક અને સબા આઝાદના કનેક્શનની વાત કરીએ તો ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ ઋતિક અને સબા પહેલી વાર એક કૉમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. પોતાની પહેલી મુલાકાત બાદથી જ બંને સતત કૉન્ટેક્ટમાં છે અને હાલમાં જ ડિનર પર બંને સ્પૉટ થયા હતા. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંને ડિનર પર પોતાના વર્કને ડિસ્કસ કરવા માટે સાથે આવ્યા હતા.

ગોવામાં સાથે રજા માણી ચૂક્યા છે. ઋતિક-સબા

ગોવામાં સાથે રજા માણી ચૂક્યા છે. ઋતિક-સબા

આ ઉપરાંત એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે ગયા મહિને બંનેએ ગોવામાં સાથે રજાઓ માણી હતી. જો કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે ઋતિકે ઘણી મહિનાઓ સબા સાથે પોતાની રિલેશન છૂપાવીને રાખી હતી પરંતુ હવે તે બધા સામે આવી ચૂકી છે. રિપોર્ટમાં કહ્યુ કે તેમની દોસ્તી વાસ્તવમાં કંઈક ખાસ બની ગઈ છે.

ઋતિક-સબાનુ વર્કફ્રંટ

ઋતિક-સબાનુ વર્કફ્રંટ

બંનેના વર્ક ફ્રંટની વાત કરીએ તો ઋતિક રોશન સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સાથે વિક્રમ વેધાની હિંદી રિમેકમાં જોવા મળશે. જેમાં તેનો લુક હાલમાં બધા સામે આવ્યો હતો. આ ઉપરાંત દીપિકા પાદુકોણ સાથે ફાઈટર અને કૃષ 4માં પણ દેખાશે. જ્યારે સબા આઝાદ સોની લિવ પર સીરિઝ રૉકેટ બૉય્ઝમાં દેખાશે જેનો પ્રીમિયર 4 ફેબ્રુઆરીએ થશે.

English summary
This is how Hrithik Roshan actually met with Saba Azad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X