તૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા

તૈમૂર સાથે તેમની એક નૈની પણ હંમેશા જોવા મળે છે. એવામાં લોકોને તેમના કામ અને સેલેરી પણ જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.

અભિનેત્રી કરીના કપૂરના પુત્ર તૈમૂર અલી ખાન જન્મતા સાથે જ કોઈ સ્ટારથી કમ નથી રહ્યા. તે જ્યાં પણ જાય છે મીડિયા તેમના ફોટા પાડવા લાગે છે. તેનો લગભગ દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમના ફેન્સની સંખ્યા પણ વધુ છે. લોકો તેની ક્યુટનેસના કાયલ છે. જો કે હવે તૈમૂર થોડો મોટો થઈ ચૂક્યો છે તો મીડિયા તરફથી ખૂબ પ્રેમથી રિએક્ટ પણ કરે છે એટલે તેમને વધુ પસંદ પણ કરવામાં આવે છે. વળી, તૈમૂર સાથે તેમની એક નૈની પણ હંમેશા જોવા મળે છે. એવામાં લોકોને તેમના કામ અને સેલેરી પણ જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.

તૈમૂરની નાનીની સેલેરી વિશે શું બોલી કરીના

તૈમૂરની નાનીની સેલેરી વિશે શું બોલી કરીના

હાલમાં જ કરીના અરબાઝ ખાનના શો પિંચમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી. અહીં જ્યારે અરબાઝ ખાને તેમને પૂછ્યુ કે કહેવાય છે કે તમે તૈમૂરની નૈનીને કોઈ અધિકારી જેટલી સેલેરી આપો છો તો આના પર કરીનાએ હસતા હસતા કહ્યુ કે, ‘અચ્છા સાચુ? તેમને કેવી રીતે ખબર? પરંતુ અધિકારી વિશે તો મંત્રાલયને જણાવવુ જોઈએ.'

બાળકની સુરક્ષા અને ખુશીથી વધીને કંઈ નથી

બાળકની સુરક્ષા અને ખુશીથી વધીને કંઈ નથી

તૈમૂરની નૈનીની સેલેરી વિશે કરીના કપૂરે આગળ કહ્યુ કે તમે બાળકની ખુશી અને સુરક્ષાથી વધુ કંઈ નથી અને તેની આગળ પૈસા મહત્વ નથી ધરાવતા. કરીનાએ આગળ કહ્યુ કે શું ફરક પડે છે જો તમે નૈનીને માત્ર હજાર રૂપિયા આપો, ફરક માત્ર એટલો છે કે તમારુ બાળક સુરક્ષિત હોય અને યોગ્ય હાથમાં હોય. તમને જણાવી દઈએ કે તૈમૂર જ્યાં પણ જાય છે તેમની નૈની સાથે હોય છે.

જન્મથી જ મીડિયામાં છવાયા છે તૈમૂર

જન્મથી જ મીડિયામાં છવાયા છે તૈમૂર

તૈમૂર એવા પહેલા સ્ટાર કિડ છે જે જન્મથી જ મીડિયામાં એટલા વધુ છવાયેલા છે. એમાં કોઈ શક નથી કે તૈમૂર ખૂબ જ ક્યુટ છે. ક્યાંય પણ જતા આવતા જોનારાની ભીડ લાગી જાય છે. આ ઉપરાંત મીડિયા અને કેમેરાથી ઘેરાયેલા રહેવુ તેમના માટે સામાન્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X