કરણ જોહરની ડ્રેસિંગ સેન્સ સોનમને બિલકુલ પસંદ નથી..

Posted By:
Subscribe to Oneindia News

સોનમ કપૂર બોલિવૂડમાં એક્ટિંગ કરતાં વધારે પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ચર્ચાય અને વખણાય છે. સોનમ કપૂરના મતે મોટાભાગના બોલિવૂડ સિતારાઓ પાસે ટેલેન્ટ ભલે હેય, પરંતુ ડ્રેસિંગ સેન્સ નથી. તેણે આ વાત જાતે ટેલિવિઝન ચેટ શો પર કહી હતી. હવે સમાચાર છે, કે બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહરની ડ્રેસિંગ સેન્સથી સોનમ કપૂરને નફરત છે. કરણ જોહરે જાતે આ વાત કબૂલી છે.

શું કહ્યું કરણ જોહરે?

શું કહ્યું કરણ જોહરે?

રિસન્ટલી કરણ જોહરે આલિયા ભટ્ટ સાથે ફેસબૂક પર લાઇવ સેશન કર્યું હતું, જેમાં તેમણે આ વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, "હું જે પણ પહેરું તે સોનમને ક્યારેય પસંદ નથી આવતું. તે મને હંમેશા કહે છે, તે આ શું પહેર્યું છે? આ ફેશન તો બહુ જૂની છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ફેશન ગેમ પલટવામાં ખરેખર સોનમ અને રેહા કપૂરનો મોટો હાથ છે."

કાન્સ 2017

કાન્સ 2017

રિસન્ટલી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર જોવા મળી હતી. પોતાની ડ્રેસિંગ અને ફેશન સેન્સથી ફરી એકવાર તેણે દરેક ફેશન ક્રિટિકનું મોઢું બંધ કરી દીધું હતું. તે છેલ્લા 8 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે, ઘણી વાર તેની ડ્રેસિંગ સેન્સની મજાક પણ ઉડાવવામાં આવે છે. આમ છતાં, તે હાર્યા વગર પોતાના ફેશન એક્સપરિમેન્ટ ચાલુ રાખે છે.

સોનમ અને એશ વચ્ચે સરખામણી

સોનમ અને એશ વચ્ચે સરખામણી

ઐશ્વર્યા રાય પણ છેલ્લા 17 વર્ષોથી નિયમિત કાન્સમાં હાજરી આપે છે, સોનમની એન્ટ્રી બાદ દર વર્ષે સોનમ સાથે ઐશ્વર્યાની સરખામણી કરવામાં આવે છે. સોનમ કપૂરને આ વાત બિલકુલ પંસદ નથી.

'હું નહીં, મીડિયા હરીફાઇ કરે છે'

'હું નહીં, મીડિયા હરીફાઇ કરે છે'

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આ અંગે વાત કરતાં સોનમે કહ્યું હતું કે, મારા મનમાં ઐશ્વર્યાને લઇ ક્યાંય સ્પર્ધા નથી. હું નહીં, પરંતુ મીડિયા અમારી સરખામણી કરે છે અને ખોટી સ્પર્ધા ઊભી કરે છે. દરેક લેડીના રૂપને વખાણવાની જગ્યાએ તેઓ બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જજ કરવા બેસે છે. આ મૂર્ખામી છે.

દીપિકાના કર્યા વખાણ

દીપિકાના કર્યા વખાણ

દીપિકા પાદુકોણે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું, તેના વખાણ કરતાં સોનમે કહ્યું કે, તે પોતાના દરેક લૂકમાં ખૂબ સંદર લાગી રહી હતી. તેની તસવીરો પરથી સ્પષ્ટ છે કે, તેણે ખૂબ મજા કરી હશે, તેણે પોતાની રીતે કોન્ફિડન્સથી દરેક લૂક કેરી કર્યા હતા.

પર્પલ લિપ્સ

પર્પલ લિપ્સ

આ પહેલાના એક કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પર્પલ લિપ કલર સાથે પહોંચી હતી. તેના લૂકની ખૂબ આલોચના થઇ હતી. તે વખતે સોનમે કહ્યું હતું કે, મેં પોતે કાન્સમાં પર્પલથી લઇને બ્લેક સુધીના તમામ કલર્સ ટ્રાય કર્યા છે. પરંતુ મને ક્યારેય આટલું મીડિયા અટેન્શન નથી મળ્યું.

English summary
This is what Sonam Kapoor keeps telling Karan Johar about his poor fashion sense.
Please Wait while comments are loading...