ટાઇગરે સાધી ચુપ્પી, શ્રોફ પરિવારે RGVને આપ્યો સણસણતો જવાબ

Written By:
Subscribe to Oneindia News

રામ ગોપાલ વર્મા એ ફરી એકવાર ટાઇગર શ્રોફ પર વિચિત્ર ટિપ્પણી કરી છે. રામ ગોપાલ વર્મા પોતાના વિવિદાસ્પદ ટ્વીટ માટે ચર્ચમાં રહે છે. તેમણે આ પહેલાં પણ ટાઇગર શ્રોફ વિશે અણછાજતી કોમેન્ટ કરી હતી. આ વખતે પણ એવું જ કંઇક થયું છે અને આમ છતાં ટાઇગર શ્રોફે આ બનાવ અંગે કે રામ ગોપાલ વર્મા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

જો કે, આ વખતે ટાઇગરનો આખો પરિવાર તેમની સાથે ઊભો છે. જેકી શ્રોફ રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આમ છતાં, તેમણે આ મામલે પોતાના પુત્રનો પક્ષ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરતાં ટાઇગરને મહિલા, ટ્રાન્સજેન્ડર જેવા અનેક ઉપનામ આપ્યા હતા.

રામ ગોપાલ વર્માના વિચિત્ર ટ્વીટ

રામ ગોપાલ વર્માએ 10 તથા 11 એપ્રિલના રોજ ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલ વિશે અનેક ટ્વીટ કર્યા હતા. આ બધા ટ્વીટનો સાર એક જ નીકળતો હતો, રામ ગોપાલ વર્માનું માનવું છે કે, માર્શલ આર્ટ્સની વાત આવે ત્યાં ટાઇગર શ્રોફ વિદ્યુત જામવાલ કરતાં ઘણો આગળ છે. તેમણે લખ્યું હતું કે, હું ઇચ્છું છું કે, ટાઇગર વિદ્યુત સાથે રિયલ ફાઇટ કરે અને વિદ્યુતને હરાવીને સાબિત કરે કે તે આ બાબતે સર્વશ્રેષ્ઠ છે.

વિદ્યુતે ફોન કર્યો તો ફેરવી તોળ્યું..

જો કે, જ્યારે વિદ્યુતે આ મામલે વાત કરવા રામ ગોપાલ વર્માને ફોન કર્યો ત્યારે દારૂના નશામાં તેઓ કંઇ બીજું જ બોલી ગયા. તેમણે વિદ્યુતને સાવ ઊંધી વાત કહી હતી. તેમણે ટાઇગર માટે કહ્યું કે, મેં એના જેવી મહિલા ક્યારેય નથી જોઇ. અને વિદ્યુતના વખાણ કરતાં કહ્યું કે, મેં આજ સુધી તારા જેવો માણસ નથી જોયો. તું મહાન છે. તુ ફાઇટિંગમાં ટાઇગર શ્રોફને ચોક્કસ હરાવી શકે છે. વિદ્યુત જામવાલે રામ ગોપાલ વર્મા સાથેની વાતચીત સોશિયલ મીડિયા પર લીક કરી દીધી છે.

જેકી શ્રોફનો જવાબ

જેકી શ્રોફનો જવાબ

આ મામલે જ્યારે જેકી શ્રોફને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું શું બોલું..લોકો પર મારા દિકરાની એવી ઇમ્પ્રેશન છે કે, તેઓ પોતાનું કામ છોડી મારા Little Cub પર કોમેન્ટ કરે છે. ટાઇગરે આ મામલે ચુપ્પી સાધી રાખી છે. આ અંગે જેકીએ કહ્યું કે, તે હવે મોટો થયો છે, ક્યાં શું બોલવું અને કઇ રીતે રિએક્ટ કરવું એ તે જાતે નક્કી કરી શકે છે.

શ્રોફ પરિવારનો ગુસ્સો

શ્રોફ પરિવારનો ગુસ્સો

ટાઇગર શ્રોફની બહેને પણ પોતાનો છુપો ગુસ્સો જાહેર કરતાં કહ્યું કે, હું મારા ભાઇનો બચાવ નહીં કરું. જે લોકો વર્ષોથી કામ કરી રહ્યાં છે તેમની પર મારા ભાઇની ઊંડી અસર છે. તે પોતાના કરિયરની શરૂઆતના તબક્કામાં છે અને છવાઇ ગયા છે. ટાઇગર શ્રોફની મમ્મી આયેશાએ પણ માત્ર એક જ લાઇનમાં રામ ગોપાલ વર્માને જવાબ પકડાવ્યો છે. તેમણે કહ્યું કે, હાથીની સવારી જોઇને કૂતરા ભસતા હોય છે.(જબ કાંરવા ચલતા હે તો કૂત્તે ભોંકતે હે..)

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

આ આખા મામલે જ્યારે ટાઇગર શ્રોફ પાસે નિવેદન માંગવામાં આવ્યું ત્યારે તેણે ચુપ્પી સાધી રાખી હતી. ટાઇગર એક ચિલ્ડ્રન ટીવી ચેનલના બ્રાન્ડ એમ્બેસ્ડર બન્યાં છે, આ ટીવી ચેનલના એક પ્રમોશન કાર્યક્રમમાં ટાઇગર પહોંચ્યા ત્યારે તેમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. પહેલાં તો ટાઇગરે ખૂબ સ્વસ્થતાથી કંઇ પણ બોલવાની ના પાડી હતી, પરંતુ વધારે સવાલ પૂછાતાં તેણે કહ્યું કે, ઘણા લોકો પાસે એવો સમય હોય છે કે તેઓ બીજા અંગે પોતાનો પોઇન્ટ ઓફ વ્યૂ રજૂ કરતા રહે છે.

English summary
Tiger Shroff family Jackie Shroff Krishna Shroff and Ayesha hits back at Ram Gopal Verma.
Please Wait while comments are loading...