ટાઇગર શ્રોફ:"મારી મમ્મીને દિશા પસંદ છે.."

Written By:
Subscribe to Oneindia News

ખૂબ જ થોડા સમયમાં ટાઇગર શ્રોફે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટાઇગર શ્રોફ તેની મૂવિઝ, એક્શન સિન્સ, ડાન્સ મૂવ કે પર્સનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ટાઇગર શ્રોફ અને દિશા પટાણી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો આવી રહી છે. થોડા સમય પહેલાં જ દિશાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને આવી ખબરોની કોઇ અસર થતી નથી.

અફવા આવી હતી કે, દિશા પટાણી ટાઇગર અને તેના ફેમિલી સાથે વેકેશન પર ગઇ હતી અને ટાઇગરની મમ્મી આયેશાને દિશા પસંદ નહોતી આવી. હવે ફાઇનલી ટાઇગરે પોતાના ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં આ અંગે ખુલાસો કર્યો છે.

મારી મમ્મી દિશાને મળી છે

મારી મમ્મી દિશાને મળી છે

"મને ખબર નથી પડતી કે હું આવી અફવાઓનો શું જવાબ આપું. મારી મમ્મી મારા બધા ફ્રેન્ડ્સને મળી છે અને તેને સૌની સાથે સારું બને છે. હું મારા કોઇ ફ્રેન્ડને ઘરે બોલાવતો નથી. હા મારી મમ્મી દિશાને 2-3 વાર મળી છે, પરંતુ મારી મમ્મી દિશાથી અપસેટ છે અને અમે વેકેશન પર ગયા હતા એ બધી વાતો ખોટી છે. મમ્મી દિશાથી અપસેટ નથી, મારા અન્ય ફ્રેન્ડ્સની જેમ જ તેને દિશા પણ પસંદ છે."

મને દિશાની કંપની પસંદ છે

મને દિશાની કંપની પસંદ છે

"દિશા માત્ર મારી મિત્ર છે, અમે બંન્ને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છીએ. મને તેની કંપની ખૂબ પસંદ છે. અમારા ઘણા કોમન મિત્રો છે અને અમારા ઇન્ટરેસ્ટ પણ સરખા છે, જેમ કે ડાન્સ. અમને એક પાર્ટીનું નિમંત્રણ મળ્યું હતું, જ્યાં અમે બંન્નેએ સાથે જવાનું નક્કી કર્યું. એ દરમિયાન મીડિયાને અમારો ફોટો ક્લિક કરવાનો ચાન્સ મળી ગયો."

પર્સનલ લાઇફ અંગે

પર્સનલ લાઇફ અંગે

"લોકો મારા કામ વિશે વાત કરે એ મને વધુ પસંદ છે. હું હજુ એટલો મહત્વપૂર્ણ નથી કે લોકો મારી પર્સનલ લાઇફ અંગે વાતો કરે. અત્યારે હું માત્ર મારા કામ સાથે પ્રેમમાં છું અને એમાં હું ચીટિંગ ન કરી શકું."

સ્ટૂડન્ટ ઓફ ધ યર 2

સ્ટૂડન્ટ ઓફ ધ યર 2

"કરણ જોહરે પહેલી ફિલ્મમાં 3 બેબીઝને લોન્ચ કર્યા હતા, જે હવે બિગ સ્ટાર્સ બની ચુક્યા છે. હું તેમની જગ્યા લેવા નથી માંગતો, પરંતુ તેમની સ્કૂલ જોઇન કરવા માંગુ છું. હું આશા રાખું છું કે એ લોકો મને એક્સેપ્ટ કરે."

બોલિવૂડમાં હરીફાઇ અંગે

બોલિવૂડમાં હરીફાઇ અંગે

"મને મારા માટે ખૂબ ઊંચી આશાઓ છે. હું ઇચ્છું છું કે દરેક બાળક મને મારા નામથી ઓળખે, માઇકલ જેક્સન અને બ્રૂસ લી ની જેમ. હું આ લોકોની માફક એક દિવસ રેફરન્સ પોઇન્ટ બનવા માંગુ છું"

English summary
In a recent interview Tiger Shroff revealed that his rumoured girlfriend Disha Patani has met his mother Ayesha Shroff.
Please Wait while comments are loading...