લિંકઅપની અફવાઓથી મને કંઇ ફરક નથી પડતો: દિશા પટાણી

Written By:
Subscribe to Oneindia News

આજકાલ બોલિવૂડના એક્ટર્સ વચ્ચે લિંકઅપ-બ્રેકઅપ સાધારણ વાત બની ગઇ છે. દિશા પટાણી પણ કંઇ આવું જ કહે છે. દિશાએ બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારથી તે અને ટાઇગર શ્રોફ સાથે હોવાની ખબરો આવી રહી છે. દિશા પટાણી કહે છે કે લિંકઅપની ખબરોથી તેને કશો ફરક પડતો નથી.

disha patani

લિંક-અપની ખબરો અંગે દિશાએ કહ્યું હતું કે, હું અહીં માત્ર કામ કરવા આવી છું અને આવી ખબરોથી મને કંઇ ફરક નથી પડતો. આવી ખબરોનો જવાબ આપવો કે ક્લેરિફિકેશન આપવું એ મારા કામનો ભાગ નથી. કામની વાત આવે ત્યારે હું ખૂબ સેલફિશ બની જાઉં છું અને માત્ર મારા કામ પર ધ્યાન આપું છું.

અહીં વાંચો - ઘર છોડી ગોરેગાંવ રહેવા પહોંચી દિપીકા પાદુકોણ, રણવીર પણ જલ્દી જ પહોંચશે!

દિશા પટાણી છેલ્લે સુશાંત સિંહ રાજપૂત સાથે 'એમએસ ધોની'માં જોવા મળી હતી. આ દિશાની ડેબ્યૂ ફિલ્મ હતી અને બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મમાં દિશાનો રોલ નાનકડો હોવા છતાં તેની એક્ટિંગ અને લૂક્સના ખૂબ વખાણ થયા હતા.

English summary
Link-up rumors don't bother me Says Disha Patani.
Please Wait while comments are loading...