ઘર છોડી ગોરેગાંવ રહેવા પહોંચી દિપીકા, રણવીર પણ જલ્દી જ પહોંચશે!

Written By:
Subscribe to Oneindia News

જી હા, દિપીકા પાદુકોણ પોતાનું ઘર છોડીને થોડા દિવસ માટે ગોરેગાંવના વેસ્ટિન હોટલમાં રહેવા પહોંચી ગઇ છે. થોડા જ દિવસોમાં રણવીર સિંહ પણ આ જ એરિયામાં રહેવા આવનાર છે. આ તમામ દોડાદોડી થઇ રહી છે, સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી' માટે.

સંજય લીલા ભણસાલી તેમની ડિટેઇલિંગ અને પરફેક્શન માટે જાણીતા છે. ફિલ્મનો સેટ હોય, પાત્ર ભજવવાની વાત હોય કે ડિરેક્શન; તે દરેક ઝીણામાં ઝીણા બાબતોનું ધ્યાન રાખે છે. એમની ઇચ્છાને જ માન આપીને ફિલ્મ 'પદ્માવતી'માં મુખ્ય રોલ ભજવતા રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ મુંબઇના ગોરેગાંવ એરિયામાં શિફ્ટ થયા છે. ડિરેક્ટર સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે, આ બંન્ને ફિલ્મના સેટની આસપાસના એરિયામાં રહે, જેથી આવવા-જવામાં વધુ સમય ન વેડફાય.

ranveer deepika

અને આવું પહેલી વાર નથી થયું. આ પહેલા પણ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'ના શૂટિંગ વખતે રણવીર અને દિપીકા ફિલ્મના સેટની નજીક રહેવા પહોંચી ગયા હતા. આ વખતે પણ બંન્નેએ એ જ રીત અપનાવી છે.

અહીં વાંચો - રણવીરે પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો!

સૂત્રોએ જાણકારી આપી છે કે, આ બંન્ને એક્ટર્સ ફિલ્મ સિટીની નજીકના એરિયામાં એટલા માટે શિફ્ટ થઇ રહ્યા છે, જેથી તેઓ જરૂર પડતા ઝડપથી સેટ પર પહોંચી શકે અને આવવા-જવામાં કલાકોનો સમય વેસ્ટ ન થાય.

Must Read: #StarKids: 2016માં આમણે કર્યું સોશિયલ મીડિયા પર રાજ!

English summary
Ranveer Singh and Deepika Padukone to shift to Goragaon for the shooting of the film Padmavati.
Please Wait while comments are loading...